અકરાવડીસલ (સ્વીટ પોન્ગલ) Akkaravadisal recipe in Gujarati)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#ભાત
#પોસ્ટ5
ઈશ્વર નો દેશ ગણાતું એવું કેરાલા કુદરતી સૌંદર્ય થી ભરપૂર તો છે જ સાથે સાથે ત્યાં ઘણી પેદાશો પણ થાય છે અને ત્યાં ની ખાણીપીણી ઘણી રસદાયક છે અને બીજા દક્ષિણ ભારતીય રાજ્યો થી અલગ પણ છે.
આજે ત્યાં ની મશહૂર વાનગી પોન્ગલ ,જે ઘણી પ્રકાર થી અને ઘણા સ્વાદ માં બને છે તેમાં ગોળ અને દૂધ વાળું મીઠું પોન્ગલ જોઈસુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ
  1. 1/4કપ ચોખા
  2. 2ચમચા મગ ની મોગર
  3. 1/4કપ ખમણેલો ગોળ
  4. 2કપ દૂધ
  5. 2ચમચા ઘી
  6. 1ચમચી એલચી પાવડર
  7. 6કાજુ ના ટુકડા
  8. 6કિસમિસ
  9. ચપટી કેસર (દૂધ માં પલાળેલું)

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ગોળ માં 1/2 કપ પાણી નાખી ગોળ ઓગળી ને થોડું જાડું સીરપ જેવું થાય ત્યાં સુધી ઉકાળો.

  2. 2

    દાળ અને ચોખા ને ધોઈ,પાણી નિતારી લો. અને 3-4 મિનિટ માટે સૂકા સેકી લો.

  3. 3

    બીજા વાસણ માં ફેરવી તેમાં 1.5 કપ દૂધ નાખો. વાસણ થોડું મોટું જ રાખવું જેથી કુકર માં દૂધ ઉભરાય નહીં. હવે તેને કુકર માં ગોઠવી, મધ્યમ તાપે 5 સીટી વગાડી લો.

  4. 4

    વરાળ નીકળે એટલે કુકર ખોલી,બહાર કાઢી, ચમચા થી દબાવી ને મસળી લો. પછી તેમાં ગોળનું સીરપ નાખો અને બાકી નું દૂધ નાખી,ધીમા તાપ પર 5 મિનિટ રાંધો.

  5. 5

    હવે એક ચમચો ઘી અને એલચી પાવડર નાખી 5 મિનિટ વધુ રાંધો.

  6. 6

    કાજુ કિસમિસ ને ઘી માં તળી તેમાં ઉમેરો, દૂધ માં પલાળેલું કેસર પણ ઉમેરો. હવે હલવા જેવું જાડું થવા લાગશે. એક મિનિટ રાખી આંચ બંધ કરો.

  7. 7

    કાજુ થઈ સજાવી ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

Similar Recipes