સ્પાઈસી ઈડલી & સંભાર [Spicy lidli & Sambhar Recipe in Gujarati]

Nehal Gokani Dhruna
Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
Vadodara
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 વાટકીચોખા
  2. 1 વાટકીઅળદ ની દાળ
  3. જરૂર મુજબ છાશ
  4. 1/2 ચમચીહીંગ
  5. સ્વાદઅનુસારમીઠું
  6. 1/2 નાની ચમચીમીઠા સોડા
  7. 1પાવડુ તેલ
  8. સંભાર માટે*
  9. 1 વાટકીતુવેરદાળ
  10. 1 નંગટમેટુ
  11. 1 નંગલીલુ મરચુ
  12. 1 ચમચીછીણેલુ આદુ
  13. 1 નંગડુંગળી
  14. 1 નંગબાફેલુ રીંગણ
  15. 1 નંગબાફેલુ બટેકુ
  16. 2પાવડા તેલ
  17. ચપટીરાઈ
  18. ચપટીજીરૂ
  19. ચપટીહીંગ
  20. 4પાન મીઠો લીમડો
  21. 1/2 ચમચીમરચુ પાઉડર
  22. 1/2 ચમચીહળદર
  23. 1 ચમચીધાણાજીરૂ
  24. સ્વાદઅનુસારમીઠું
  25. 2 ચમચીખાંડ
  26. 1લીબું
  27. જરૂર મુજબ ધાણાભાજી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ અળદ ની દાળ & ચોખા ને 5 થી 7 કલાક પાણી માં પલાળી દો ત્યારબાદ એક ચારણી માં કાઢી લો

  2. 2

    ત્યારબાદ જરૂર મુજબ છાશ નાખી મીકસર ના બાઉલ માં અળદ ની દાળ અને ચોખા પીસી ખીરૂ તૈયાર કરો અને તેને એક ડબ્બા માં પેક કરી 8 થી 10 કલાક આથો આવા દો

  3. 3

    ત્યારબાદ ખીરા માં હીંગ,સ્વાદઅનુસાર મીઠું & મીઠા સોડા અને એક પાવડુ તેલ ગરમ કરી આથા નાખી ચમચા વડે એકદમ હલાવો

  4. 4

    ત્યારબાદ ખીરા ને ઈડલી ના સ્ટેેન્ડ માં થોડુ તેલ ચોપડી ચમચા વડે ખીરૂ નાખો અને ઉપર થી મરચા ની ભુકી થોડી છાટો

  5. 5

    ત્યારબાદ ઈડલીમેકર માં થોડુ પાણી ભરો પછી ઈડલી સ્ટેેન્ડ રાખી ઈડલીમેકર બંધ કરી 20 થી 25 મીનિટ ગેસ પર ચડવા દો

  6. 6

    સંભાર માટે*< સૌ પ્રથમ તુવેરદાળ ને બાફી લો ત્યારબાદ તેમા એક ટમેટુ સમારી દાળ ને બેલન્ડર વડે બ્લેન્ડ કરો

  7. 7

    ત્યારબાદ તપેલી માં તેલ નાખી તેલ ગરમ થાય એટલે રાઈ,જીરૂ,હીંગ & લીમડા નો વઘાર કરી એક ડુંગળી સમારી ને સાતળો પછી તેમા દાળ નાખી બધા મસાલા મરચુ,હળદર,ધાણાજીરૂ,સ્વાદઅનુસાર મીઠું,ખાંડ & લીંબુ નાખી સંભાર ને ઉકળવા દો પછી તેમા અેક સમારેલુ બાફેલુ બટેકુ & બાફેલુ રીંગણ સમારી ને નાખો ત્યારબાદ તેમા લીલુ મરચુ & ધાણાભાજી પણ નાખી દો

  8. 8

    ત્યારબાદ તૈયાર છે આપણી સ્પાઈસી ઈડલી & સંભાર ઈડલી ને એક પ્લેટ માં અને સંભાર ને એક વાટકી માં સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nehal Gokani Dhruna
Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
પર
Vadodara

ટિપ્પણીઓ (2)

Heena Nayak
Heena Nayak @Kaushikcook_9791294
તમારી જેમ મેં પણ ઈડલી બનાવી,ખૂબ જ સરસ બની છે.આભાર.

Similar Recipes