ભરેલી દાળઢોકળી

ભરેલી દાળઢોકળી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉં લોટ ચારી લો ત્યારબાદ તેેમાં તેલ નું મોળ નાખી લો પછી તેમા હીંગ મરચુ,હળદર,ધાણાજીરૂ અને સ્વાદઅનુસાર મીઠું નાખી પાણી વડે લોટ બાંધી લો
- 2
ત્યારબાદ લોટ ના નાાના ગોયણા કરી લો
- 3
ત્યારબાદ ભાત/તુવેરદાળ & બટેટા ને કુકર માં બાફી લો
- 4
કુકર બંધ કરી 5 થી 7 સીટી કરી લો
- 5
ત્યારબાદ બટેટા ને છોલી બધો મસાલો મરચુ,હળદર,ધાણાજીરૂ,મીઠું,ખાંડ & લીબું નાખી બટેટા સ્મેશ કરી બધો મસાલો મિકસ કરો અને છુંદા ના નાના બોલ બનાવી લો
- 6
ત્યારબાદ બાફેલી તુવેરદાળ માં ટમેટુ નાખી બ્લેન્ડર વડે બેલન્ડ કરો પછી એક તપેલી માં તેલ મુકી તેલ ગરમ થાય એટલે રાઈ,જીરૂ નો હીંગ નો વઘારા કરી મરચુ,ધાણાજીરૂ,હળદર સ્વાદઅનુસાર મીઠું,લીબું,ખાંડ & શીંગદાણા નાખી દાળ ને ઉકળવા દો
- 7
ત્યારબાદ ગોયણા ને વણી લો અને તેમા બટેટા ના બોલ નાખી આ રીતે સ્ટફ વારો
- 8
ત્યારબાદ ઉકળતી દાળ માં તે સ્ટફ નાખો ને થોડીવાર ગેસ પર ચડવા દો અને ઉકળવા દો
- 9
ઉકળી ગયા બાદ ઉપર થી ફરી તેલ નો વઘારા કરો એક કડાઈ તેલ ગરમ કરી રાઈ,જીરૂ & હીંગ નો વઘાર છાટો
- 10
અને તૈયાર છે આપણી ભરેલી દાળઢોકળી તેને એક બાઉલ માં ભાત અને ડુંગળી જોડે સર્વ કરો અને ઉપર થી કોથમીર છાટો
- 11
Similar Recipes
More Recipes


































ટિપ્પણીઓ (2)