દાળ ઢોકળી (Dal Dhokali Recipe in Gujarati)

Archana Ruparel
Archana Ruparel @cook_22585426
શેર કરો

ઘટકો

૩૦મિનિટ
  1. દાળ બનાવવા ની સામગ્રી
  2. ૧૫૦ ગ્રામ બાફેલી તુવેર ની દાળ
  3. ૨ટમેટા સમારેલ
  4. ૧મરચું સમારેલ
  5. લીમડા ના પાન
  6. ૨ચમચી મરચા પાવડર
  7. ૧ચમચીધાણાજીરૂ
  8. ૧/૪ચમચી હળદર
  9. મીઠું સ્વાદાનુસાર
  10. ૧/૪ચમચી ગરમ મસાલો
  11. જરૂર મુજબ પાણી
  12. ૨લીંબુ નો રસ
  13. ૧/૨ચમચી આદુ ની પેસ્ટ
  14. ઢોકળી નોલોટ બાંધવા માટે ની સામગ્રી
  15. ૨૦૦ગ્રામ બેસન/ ચણા નો લોટ
  16. ૫૦ ગ્રામ ઘઉંનો લોટ
  17. ૨ચમચી તેલ લોટ બાંધવા
  18. ૧ચમચી મરચા પાવડર
  19. ૧/૨ચમચી હળદર
  20. ૧/૪૨ચમચી હિંગ
  21. ૧/૨ચમચી ધાણા જીરું
  22. ૧/૪ચમચી ગરમ મસાલો
  23. જરૂર મુજબ પાણી
  24. થોડી કોથમીર
  25. સ્વાદાનુસાર મીઠું
  26. વઘાર માટે ની સામગ્રી
  27. ૬ચમચી તેલ વઘાર માટે
  28. ૫લવિંગ
  29. ૫કટકા તજ
  30. ૪પાન તમાલપત્ર
  31. ૪લાલ સૂકા મરચા
  32. ૧/૪ચમચી હિંગ
  33. ૧ચમચીઆખા ધાણા
  34. ૧/૪ચમચી રાઈ
  35. ૧/૪ચમચી જીરૂ
  36. ૧૨નંગ કાચા મગફળી ના બી

રાંધવાની સૂચનાઓ

૩૦મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દાળ ને બાફી ને તેમાં જરૂર મુજબ પાણી નાખી ને મીઠું લીલા મરચા ના કટકા ટમેટા આદુ ની પેસ્ટ મરચા પાવડર હળદર પાવડર ધાણાજીરૂ અને થોડી કોથમીર નાખી ને દાળ ને ઉકળવા દઈશું અને મગફળીના દાણા નાખી દઈશું

  2. 2

    ત્યાર બાદ ઢોકળી બનાવવા માટે લોટ બાંધસુ ચણા તથા ઘઉં ના લોટ માં હિંગ હળદર મરચા પાવડર ધાણા પાઉડર મીઠું તેલ ગરમ મશાલો કોથમીર અને પાણી નાખી ને લોટ બાંધી લઈશું અને તેના એકસરખા લુઆ બનાવી લઈશું

  3. 3

    બધા લુઆ ને આછા વણી ને તેના કટકા કરી લઈશું અને ઉકળતી દાળ માં એક એક કરી ને નાખશું બરાબર ચળી જાય એટલે લીંબુ નો રસ ઉમેરસું ત્યારબાદ તજ લવિંગ તમાલપત્ર આખા ધાણા સૂકા મરચા રાય જીરું નો વઘાર કરશું

  4. 4

    તૈયાર કરેલ વઘાર ને દાળ પર રેડી દઈશું બરાબર ઉકડી જાય એટલે ગેસ બંધ કરી ને ગરમ મશાલો તથા કોથમીર નાખી દઈશું બસ તૈયાર છે mom's favorite દાળ ઢોકળી તેને રાઈસ સાથે સર્વ કરશું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Archana Ruparel
Archana Ruparel @cook_22585426
પર

Similar Recipes