દાળ ઢોકળી !!
#ડિનર
સિમ્પલ અને સ્વાદીષ્ટ ...
રાંધવાની સૂચનાઓ
- 1
તુવેર દાળ ને અર્ધો કલાક માટે પાણીમાં પલાળીને રાખો. ત્યાર બાદ સારી રીતે સાફ કરીને, પ્રેશર કૂકર માં ૫ થી ૬ સિટી વગાડીને પકવી લો.
- 2
કૂકર ઠંડુ થાય ત્યાં સુધી, ઢોકળી માટે લોટ બાંધી લો. એક મોટી કથરોટ માં, ઢોકળી માટે ની બધી સામગ્રી ભેગી કરી લો, પાણી સિવાય. થોડું થોડું પાણી નાખી ને થોડો કઠણ લોટ બાંધી લો. લોટ ને ૧૦ મિનિટ માટે બાજુ માં મૂકી દો.
- 3
બાફેલી દાળ ને બ્લેન્ડર થી સારી રીતે બ્લેન્ડ કરી લો. એક મોટા વાસણમાં દાળ ને ધીમી ગેસ પર મૂકી દો.હવે હળદર પાઉડર, લાલ મરચું પાવડર, ધાણાજીરૂ પાઉડર અને મીઠું નાખી ને સારી રીતે મિક્સ કરો. ત્યાર બાદ તેમાં ગોળ અને ઇમલી (પાણી સાથે) નાખી ને બધું મિક્સ કરી દો. હવે સીંગદાણા અને જરૂર મુજબ પાણી નાખી ને સારી રીતે મિક્સ કરો.
- 4
હવે ઢોકળી માટે ના લોટ નો એક નાનો લુવો બનાવી ને, થોડી જાડી રોટલી વણી લો. ચાકુ વડે, ચોરસ કે લંબચોરસ ટુકડા કરી ને, દાળ માં નાખી દો. આ રીતે બધા લોટ ની ઢોકળી બનાવીને, દાળ માં નાખી દો.
- 5
હવે વઘાર માટે, એક નાના કઢાઈ માં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરૂ અને મેથી દાણા નાખી દો. પછી હિંગ અને લીમડા ના પાન નાખો અને આ વઘાર દાળ માં ઉપર થી નાખીને સારી રીતે મિક્સ કરી લો. ધીમા ગેસ પર ૧૦ થી ૧૨ મિનિટ સુધી પકાવો. ત્યાર બાદ ગેસ બંધ કરીને, લીલા ધાણા થી સજાવીને ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#RC1દાળ ઢોકળી એક ગુજરાતી ડિશ છે. જે લંચ કે ડિનર માં લઈ શકાય. ઝડપ થી બની જાય અને સ્વાદિષ્ટ પણ ખરી. Shraddha Patel -
ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati)
ઢોકળીનું શાક એકદમ ફટાફટ બની જાય એવું અને એકદમ ટેસ્ટી શાક છે. જ્યારે ઘરમાં કોઇપણ શાક ન હોય તો આ શાક એકદમ બેસ્ટ option છે. કાઠીયાવાડમાં આ શાક ખૂબજ પ્રખ્યાત છે. Vaishakhi Vyas -
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1દાળ ઢોકળી એ ગુજરાતીઓની ફેવરિટ ડીશ છે. તે તુવેર ની દાળ માંથી બને છે અને દાળ ઢોકળી ને જમતી વખતે સાથે કોઈ પણ શાક કે રોટલી વગર એકલી દાળ ઢોકળી પણ જમી શકાય. Dimple prajapati -
દાળ ઢોકળી (Dal Dhokli recipe in gujarati)
#GA4#week 4દાળ ઢોકળી ગુજરાતી ઓની ફેવરિટ વાનગી છે.એ બહું બધી રીતે બનાવી શકાય. તુવેરની દાળ અને ઢોકળી નું સંયોજન કરી એક જ વાનગી માં સંપૂર્ણ આહાર મળે એ રીતે . ગુજરાતી નારી ની ગજબ ની કોઠાસૂઝ .. દાળ ઢોકળી તો ગુજરાતી ની ઓળખઆજ કાલ સ્ટફડ દાળ ઢોકળી પણ ફેમસ છે..પણ વર્ષો થી પારંપરિક રીતે આ રીતે જ ખુબ જ સરળ રીતે બનાવવામાં આવે છે..જે હું આજે બનાવી ને શેર કરૂં છું#Gujarati Sunita Vaghela -
-
-
-
-
મેથીભાજી ઢોકળી
#માસ્ટરક્લાસ#Week 1#Post 1#Teamtreesરવિવારે દરેક ગુજરાતી ની પહેલી પસેદ ..દાળ ઢોકળી ..થોડોક બદલાવ કરીને... ટેસ્ટી બનાવી ... એકવાર બનાવવામાં આવે તો આ જ ખાવાનું મન થશે.. Kshama Himesh Upadhyay -
-
-
-
આદુ-લસણવાળી દાળ-ઢોકળી(Dal dhokli Recipe in Gujarati)
#weekend#weekendchef#cookpadindiaSunday Special Lunch .... ગુજરાત અને રાજસ્થાનની લોકપ્રિય વાનગી છે અને મોટે ભાગે બપોરના ભોજન માટે તૈયાર કરવામાં આવે છે. ખાવામાં ખુબ જ હલકી અને પચી જાય એવી મસાલા દાળ ઢોકળી.. પરંપરાગત ગુજરાતી શૈલીમાં તેને કેવી રીતે બનાવવું તે અહીં છે. Twinkal Kalpesh Kabrawala -
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#cooksnap theme#flour દાળ ઢોકળી એક પરંપરાગત ગુજરાતી રેસીપી છે. રાતના ભોજનમાં એક ડીશ બનાવવી હોય તો દાળ ઢોકળી બનાવાય. મુખ્ય સામગ્રી તુવેર ની દાળ અને ઘહું નો લોટ છે. ખાટી મીઠી મસાલેદાર બનાવવામાં આવે છે. સરળ અને પૌષ્ટિક નાના મોટા દરેક ને ભાવશે. Dipika Bhalla -
-
દાળ ઢોકળી
અહીંયા આપણે ઢોકળી માં કસૂરી મેથીનો ઉપયોગ કરેલ છે ને ઢોકળી બનાવવા માં ઘઉંનો લોટ ચણાનો લોટ બાજરાનો લોટ લીધેલ છે દાળમાં પણ ચણાની દાળ અને તુવેર દાળ નો use કરેલ છે Megha Bhupta -
-
-
રાજસ્થાની દાળ ઢોકળી (Rajasthani Dal Dhokli Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપીગુજરાતી દાળ ઢોકળી અને રાજસ્થાની દાળ ઢોકળી માં ઘણી સામ્યતા અને ઘણું જુદાપણું જોવા મળે છે: સામ્યતા - તુવેર દાળ ની બને છે. લોટ અને મસાલા ઘણા સરખા છે. કોથમીર થી ગાર્નિશ કરી અથાણા સાથે સર્વ કરાય છે.જુદાપણું- રાજસ્થાની દાળ ઢોકળી માં ગળપણ નથી નખાતું. ઘી અને જીરુનો વઘાર કરવામાં આવે છે. ઉપરથી વઘાર કરાય છે. શીંગદાણા કે મીઠા લીમડાનો ઉપયોગ નથી કરાતો. Dr. Pushpa Dixit -
-
-
-
દાળ મેથી ઢોકળી (dal methi dhokli recipe in gujarati)
દાળ ઢોકળી એ મારી પ્રિય વાનગી છે. આજે દાળ ઢોકળી માં થોડી નવિનતા લાવવા માટે મેથી વાળી ઢોકળી બનાવી. મેથી નું સ્વાદ જેને પસંદ હોય તેને તો મેથી ની સુગંધ માત્રથી જ આરોગવાનું મન થઈ જાય પરંતુ જેને મેથી ની કડવાશ પસંદ નથી તેના માટે આ સ્વાદિષ્ટ દાળ મેથી ઢોકળી આરોગવાથી કડવા સ્વાદનો નામ માત્ર પણ અનુભવ નહી થાય.#સુપરશેફ૪ Dolly Porecha -
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
ગુજરાતીઓની ફેવરીટ ડીશ એટલે દાળઢોકળી..ઘરમાં કંઈ પણ શાક ન હોય ત્યારે સૌથી પહેલો વિચાર દાળ ઢોકળી નો જ આવે. ગુજરાતમાં દાળઢોકળી બનાવાની શહેર મુજબ પદ્ધતિઓ બદલાય છે. આજે અહીં પરંપરાગત દાળ ઢોકળી જ બનાવી છે.#લંચ#week2#daldhokali#દાળઢોકળી#dhokali#gujaratispecial#cookpadgujrati#cookpadindia Mamta Pandya -
More Recipes
ટિપ્પણીઓ