ચુરમાના (ગોળના) લાડવા (Churama Na Ladava Recipe In Gujarati)

Vibha Mahendra Champaneri
Vibha Mahendra Champaneri @cook_25058245
Ahmedabad

ગણપતિદાદાનું નામ સાંભળતા જ લાડુ યાદ આવે. ગણપતિની સાથે લાડવા જોડાયેલા છે. આ ચુરમાના લાડુ બનાવતાં હું મારી મમ્મી પાસેથી શીખી છું. મારા મમ્મીના હાથે બહુજ સરસ લાડવા બનતા હતા.મને ખૂબ જ ભાવતાં.મમ્મી નથી પણ એમની શિખવાડે લી રીતથી લાડવા મેં બનાવ્યા છે જેની રીત તમારી સાથે શેર કરું છું.
#GC

ચુરમાના (ગોળના) લાડવા (Churama Na Ladava Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

ગણપતિદાદાનું નામ સાંભળતા જ લાડુ યાદ આવે. ગણપતિની સાથે લાડવા જોડાયેલા છે. આ ચુરમાના લાડુ બનાવતાં હું મારી મમ્મી પાસેથી શીખી છું. મારા મમ્મીના હાથે બહુજ સરસ લાડવા બનતા હતા.મને ખૂબ જ ભાવતાં.મમ્મી નથી પણ એમની શિખવાડે લી રીતથી લાડવા મેં બનાવ્યા છે જેની રીત તમારી સાથે શેર કરું છું.
#GC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
3-4 વ્યક્તિ
  1. 2 વાડકીઘઉંનો કકરો લોટ
  2. 2 ચમચીરવો
  3. 2 ચમચીચણાનો લોટ
  4. 1/2 વાટકી તેલ મોણ માટે
  5. 1 વાટકીજેટલું નવશેકું ગરમ પાણી
  6. તળવા માટે તેલ
  7. 2 મોટી ચમચીઘી
  8. 1 વાટકીઝીણો સમારેલો ગોળ
  9. 1 નાની ચમચીઈલાયચી પાઉડર
  10. 1/2 ચમચીજાયફળનો પાઉડર
  11. 8-10 નંગકાજુ - બદામના ટુકડા
  12. 5-7 નંગસૂકી દ્રાક્ષ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    ઘઉંના કકરા લોટમાં રવો તથા ચણાનો લોટ નાંખી. તેને બરાબર મીક્સ કરો.

  2. 2

    લોટમાં મુઠ્ઠીભર મોણ નાંખી, નવશેકા ગરમ પાણીથી ભાખરીનો લોટ બાંધીએ એવો લોટ બાંધવો. પછી તેના મૂઠિયાં વાળવા.

  3. 3

    વાળેલા મૂઠિયાંને તેલમાં તળી લેવા.

  4. 4

    તળેલા મૂઠિયાંને ભાંગી મિક્સર માં ભૂકો કરી લેવો.એ ભૂકાને ઘઉં ચાળવાના ચારણે ચાળી લેવો.

  5. 5

    એમાં ડ્રાયફ્રુટ નાંખીને બાજુ માં મૂકી રાખો.

  6. 6

    એક કઢાઈમાં ઘી ગરમ મૂકી એમાં ઝીણો સમારેલો ગોળ નાંખી એને સતત હલાવતા રહેવું. ગોળ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી દેવો.

  7. 7

    એમાં બાજુ પર રાખેલો - ડ્રાયફ્રુટવાળો લોટ -મિક્સ કરી લેવો. એને હલાવીને નાના- નાના ગોળા વાળવા. હાથથી લાડવાનો શેપ આપવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vibha Mahendra Champaneri
પર
Ahmedabad

Similar Recipes