દાલ ખીચડી(Dal khichdi recipe in gujarati)

Patel chandni
Patel chandni @cook_22714751
Bharuch

#મોમ
આ મારી મમ્મી ની રેસિપી છે.ઓવર લેફ્ટ મગ અને ભાત માં થી આ ખીચડી મારી મનપસંદ છે. મેં ઘણી વાર બનાવી છે મારા દિકરા ને અને ઘર માં બધા ની મન પસંદ છે.

દાલ ખીચડી(Dal khichdi recipe in gujarati)

#મોમ
આ મારી મમ્મી ની રેસિપી છે.ઓવર લેફ્ટ મગ અને ભાત માં થી આ ખીચડી મારી મનપસંદ છે. મેં ઘણી વાર બનાવી છે મારા દિકરા ને અને ઘર માં બધા ની મન પસંદ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25-30મિનીટ
5વ્યક્તિ માટે છ
  1. 1બાઉલ વધેલા મગ
  2. 2બાઉલ વધેલા ભાત
  3. 1મિડીયમ સાઇઝ ની કાપેલી ડુંગળી
  4. 1મિડીયમ સાઇઝ નું કાપેલુ ટામેટું
  5. 2 ટેબલ સ્પૂનતેલ
  6. 1/2 ટેબલ સ્પૂનઘી
  7. 2લવિંગ
  8. 1/2 ટુકડોતજ
  9. 1એલચી
  10. 5-6કાપેલુ લસણ
  11. 1લીલું મરચું કાપેલુ
  12. 1/2 ટુકડોકાપેલુ આદું
  13. 1/2 ટી સ્પૂનલાલ મરચું પાવડર
  14. 1/2 ટી સ્પૂનહળદર પાવડર
  15. 1 ટી સ્પૂનધાણાજીરું પાવડર
  16. સ્વાદ પ્રમાણેમીઠું
  17. 1/4 ટી સ્પૂનગરમ મસાલો
  18. 1પીન્ચ હીંગ
  19. 1 ટી સ્પૂનલીલાં ધાણા(કોથમીર)
  20. 1-1/2 ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

25-30મિનીટ
  1. 1

    સૌ પ્રથમ આપણે એક પેન અથવા કડાઈ લઈશું.તેને મિડીયમ ગેસ ની ફલેમ પર મુકીશું.ત્યારબાદ તેમાં 2ટેબલ સ્પૂન તેલ અને1/2ટેબલ સ્પૂન ધી લઈશું.

  2. 2

    તેમાં ધી ઉમેર્યા બાદ ધી અને તેલ ગરમ થયા બાદ તેમાં2લવિંગ,1/2ટુકડો તજ,1એલચી ઉમેરી દો. ત્યારબાદ તેમાં 1/2 ટી સ્પૂન રાઈ,1/2 ટી સ્પૂન જીરું,1પીન્ચ હીંગ ઉમેરો.

  3. 3

    ત્યારબાદ તેમાં 1મિડીયમ સાઇઝ ની કાપેલી ડુંગળી ઉમેરી તેને પહેલા 2-3 મિનિટ સુધી સાતળો ત્યારબાદ તેમાં 5-6 કાપેલી લસણની કળી ઉમેરો. ત્યારબાદ તેમાં1/2 ટુકડો કાપેલુ આદું અને 1કાપેલુ લીલું મરચું ઉમેરી 8-10 મિનિટ સુધી આ બધા મસાલા ને બરાબર શેકીલો.

  4. 4

    બધું બરાબર શેકાઈ ગયા પછી તેમાં 1મિડીયમ સાઇઝ નું કાપેલુ ટામેટું ઉમેરી. તેમાં સ્વાદ અનુસાર મીઠું,1 ટી સ્પૂન ધાણા જીરું પાવડર,1/2 ટી સ્પૂન લાલ મરચું પાવડર,1/2 ટી સ્પૂન હળદર પાવડર,1/4 ગરમ મસાલો ઉમેરી 5-6મિનિટ સુધી બરાબર શેકીલો.

  5. 5

    આવી રીતે ગ્રેવી માંથી તેલ અલગ થઈ જાય ત્યાં સુધી શેકી લો.

  6. 6

    ત્યારબાદ તેમાં 1 બાઉલ વધેલા મગ ઉમેરો. ત્યારબાદ તેમાં 2 બાઉલ વધેલા ભાત ઉમેરી તેને બરાબર મિક્સ કરી. લઈશું. ત્યારબાદ તેમાં થોડું થોડું પાણી ઉમેરી ખીચડી ને ધટ્ટ થવા દઈશુ તૈયાર છે આપણી દાલ ખીચડી તેના ઉપર આપણે લીલાં ધાણા(કોથમીર)અને ઉપર થી ધી સાથે સર્વ કરીશું.જરૂર થી ટ્રાય કરજો મજા આવી જશે.ફ્રેન્ડસ.

  7. 7

    ફ્રેન્ડસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે તમે આ ખીચડી બનાવી શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Patel chandni
Patel chandni @cook_22714751
પર
Bharuch
I m receptionist in a hospital
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes