કેળા ના મફિન્સ (Eggless Banana Walnut Muffins recipe in Gujarati)

Jalpa Barai
Jalpa Barai @cook_22272193
Bangalore

બાળક હોય કે પછી વૃદ્ધ બધા ને ભાવે તેવા પાકા કેળા માંથી બનેલા સ્વાદિષ્ટ મફીન્સ બનવા ખૂબજ સરળ અને તેટલાજ પોષ્ટીક
આ સરળ રેસીપી જે ખૂબજ ઓછી સામગ્રી થી બની જશે અને તમારા રસોડે વારંવાર બનશે એની ગેરેન્ટી હું તમને આપું છુ :)

કેળા ના મફિન્સ (Eggless Banana Walnut Muffins recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

બાળક હોય કે પછી વૃદ્ધ બધા ને ભાવે તેવા પાકા કેળા માંથી બનેલા સ્વાદિષ્ટ મફીન્સ બનવા ખૂબજ સરળ અને તેટલાજ પોષ્ટીક
આ સરળ રેસીપી જે ખૂબજ ઓછી સામગ્રી થી બની જશે અને તમારા રસોડે વારંવાર બનશે એની ગેરેન્ટી હું તમને આપું છુ :)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

બનાવની રીત
ઉત્પાદન : ૧૨- ૧
  1. ૨૦૦ ગ્રામ્સ મેંદો
  2. ૫૦ ગ્રામ્સ દળેલી ખાંડ
  3. ૧/૨ ટીસ્પૂન બેકિંગ પાઉડર
  4. ૧/૨ ટીસ્પૂન બેકિંગ સોડા
  5. ૩૦ ગ્રામ્સ સનડ્રોપ તેલ
  6. ૧૦૦ ગ્રામ્સ ઠંડુ દૂધ (જરૂર મુજબ વધારે લઇ શકાય)
  7. ૨-૩ પાકા કેળા ની પ્યુરી
  8. ૧/૪ કપ અખરોટ

રાંધવાની સૂચનાઓ

બનાવની રીત
  1. 1

    સૌ પ્રથમ કેળા ની પ્યુરી કરી તેમાં દૂધ, તેલ અને દળેલી ખાંડ ઉમેરી બધું બરાબર મિક્સ કરો

  2. 2

    મેંદા માં બેકિંગ પાઉડર એન્ડ બેકિંગ સોડા ઉમેરી અને બે વખત ચાળી લો

  3. 3

    ત્યાર બાદ મેંદા ના મિશ્રણ ને થોડું થોડું કરીને ઉપર ના મિશ્રણ માં ઉમેરો

  4. 4

    આ મિશ્રણ તૈયાર કરયા બાદ જો મિશ્રણ તમને ઘટ્ટ લાગે તો તેમાં જરૂર મુજબ દૂધ ઉમેરી શકાય છે

  5. 5

    આ રેસીપી માં કોઈપણ જાત ના આર્ટિફિશ્યલ એસસેન્સ નો ઉપયોગ કરવાની જરૂર નથી કારણ કે અહીં નેચરલ ફ્લેવર માટે ફળ નો ઉપયોગ કરેલો છે

  6. 6

    ઓવન ને પ્રિહિટ કરીને કપકેક ટ્રે ની અંદર કપકેક લાઈનર રાખી ટ્રે ત્યાર કરો

  7. 7

    ૩/૪ કપકેક લાઈનર સુધી મિશ્રણ ઉમેરો અને તેની ઉપર અખરોટ ના ટુકડા કરી ને લગાવો

  8. 8

    મફીન્સ ને ૧૫૦ ડિગ્રી પર ૨૫ થી ૩૦ મિનિટ બેક કરો

  9. 9

    બેકિંગ તાપમાન : ૧૫૦ ડિગ્રી પર
    સમય : ૨૫-૩૦ મિનિટ્સ
    ઉત્પાદન : ૧૨- ૧૫ મફિન્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jalpa Barai
Jalpa Barai @cook_22272193
પર
Bangalore

Similar Recipes