કેળા વાળી કઢી

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi

કેળા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદા કારક છે. તેમાં રહેલાં વિટામિન અને ફાયબરથી બોડીને ફાયદા પણ મળે છે અને જેને કેળા એમ ખાવા ન ભાવતા હોય એમના માટે આ બીજો એક સ્વાદિષ્ટ વિકલ્પ લાવી છું...
તમે પણ જરૂર થી ટ્રાય કરજો...

#હેલ્થીફૂડ

કેળા વાળી કઢી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

કેળા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદા કારક છે. તેમાં રહેલાં વિટામિન અને ફાયબરથી બોડીને ફાયદા પણ મળે છે અને જેને કેળા એમ ખાવા ન ભાવતા હોય એમના માટે આ બીજો એક સ્વાદિષ્ટ વિકલ્પ લાવી છું...
તમે પણ જરૂર થી ટ્રાય કરજો...

#હેલ્થીફૂડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકી મોળુ દહી
  2. ૨ ચમચી ચણા નો લોટ
  3. ૨-૩ કેળા
  4. ૧/૨ ચમચી આદુ મરચા ની પેસ્ટ
  5. ૧/૪ ચમચી લસણ
  6. ૩-૪ ચમચી ખાંડ (ટેસ્ટ પ્રમાણે ઓછી વધુ કરી શકાય)
  7. મીઠું સ્વાદમુજબ
  8. કોથમીર
  9. વઘાર માટે:
  10. ૧ ૧/૨ ચમચી ઘી
  11. ૧ ચમચી જીરુ
  12. ૪ નંગ મેથી ના દાણા
  13. ૨ લવીંગ
  14. કઢી લીમડા ના પત્તા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક તપેલી લઈ એમા કેળા કાપી ને નાખવા... હવે એમા દહી ચણા નો લોટ અને બધો મસાલો કરી ગ્રાઈન્ડ કરી લેવુ... અને પાણી ઉમેરવુ

  2. 2

    હવે એક વઘારીયા માં ઘી લેવુ એમા લવીંગ જીરૂ મેથી લીમડા ના પત્તા નાખી કઢી વઘારી લેવી...

  3. 3

    હવે કઢી ને એક ઉભરો આવે ત્યા સુધી ઉકાળી લેવી વચ્ચે ૧-૨ વાર ચમચા થી હલાવી લેવુ...

  4. 4

    હવે છેલ્લે કોથમીર નાખી જીરા રાઈસ કે પુલાવ સાથે સર્વ કરવી ખૂબ જ સરસ લાગે છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes