અખરોટ ચોકલેટ બનાના કેક (Walnuts Chocolate Banana cake Recipe in Gujarati)

Ami Master
Ami Master @Ashtu_28062005
Vadodara

આ કેક ખૂબ સ્વાદિષ્ટ લાગે છે, એકવાર બનાવો બધાં ને જ ભાવશે , કેળા અને અખરોટ બંને હેલ્ધી છે

#WALNUT

અખરોટ ચોકલેટ બનાના કેક (Walnuts Chocolate Banana cake Recipe in Gujarati)

આ કેક ખૂબ સ્વાદિષ્ટ લાગે છે, એકવાર બનાવો બધાં ને જ ભાવશે , કેળા અને અખરોટ બંને હેલ્ધી છે

#WALNUT

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મીનીટ
  1. કેળા
  2. ૩/૪ કપ ખાંડ
  3. ૧/૨ કપતેલ
  4. ટી. ચમચી વેનીલા ઍસનસ
  5. ટી. ચમચી વિનેગર
  6. ૧ (૧/૨ કપ)મેંદો
  7. ૧/૨ કપકોકો પાઉડર
  8. ટી. ચમચી બેકિંગ પાઉડર
  9. ૧/૪ ટી.સ્પૂનબેકિંગ સોડા
  10. ૧/૪ટી. ચમચી મીઠું
  11. ૧/૨ કપપાણી
  12. ૧/૪ કપઅખરોટ નાં પીસ
  13. ૧/૪ કપચોકલેટ ચિપ્સ
  14. ઉપર થી નાખવા માટે અખરોટ નાં પીસ

રાંધવાની સૂચનાઓ

૪૫ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ કેળા ને ખાંડ લઇ તેને પીસી પ્યૂરી બનાવો

  2. 2

    પ્યૂરી ને એક તપેલી માં કાઢી તેમાં તેલ, વેનીલા ઍસનસ નાખો

  3. 3

    પછી તેને બરાબર મીક્ષ કરો અને પછી તેમાં લોટ, કોકો પાઉડર, બેકિંગ સોડા, બેકિંગ પાઉડર, મીઠું લઇ ચાળી ને નાંખો

  4. 4

    પછી તેને કટ એન્ડ ફોલ્ડ ની મેથડ થી મીક્ષ કરો, પછી પાણી નાખી સ્મૂધ બેટર બનાવો, પછી અખરોટ નાખી મિક્સ કરો

  5. 5

    હવે, ટીન ને ગ્રીસ કરી તેમાં બેટર નાખી ઉપર થી અખરોટ અને ચૉકો ચિપ્સ નાખી પ્રી -હીટ ઓવન માં ૧૮૦ ડ્રીંગી ૪૦ મિનીટ મૂકો, અથવા માઇક્રોવેવ માં ૫ -૭ મિનીટ મુકી બેક કરો કેક તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ami Master
Ami Master @Ashtu_28062005
પર
Vadodara
I love trying new varieties of food
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes