પાણીપુરી (Panipuri Recipe In gujarati)

Neelam Parekh
Neelam Parekh @cook_22288837
શેર કરો

ઘટકો

  1. વાટકો ચણા
  2. 50 ગ્રામઆંબલી
  3. વાટકો ગોળ
  4. 2પડી પોદીના
  5. 4 ચમચીસંચળ
  6. 2 ચમચીધાણાજીરૂ
  7. અડધી ચમચી મરચું
  8. લીલા મરચા
  9. 1પેકેટ પુરી
  10. કોથમીર
  11. 2લીંબુ
  12. 2ડુંગળી
  13. ૧ વાટકીસેવ
  14. મીઠું સ્વાદ પ્રમાણે
  15. બુંદી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક વાસણમાં ચણાને 7 થી 8 કલાક પલળવા દેવા ચણા પાલડી જાય પછી બટેટા અને ચણાને મીઠું નાખીને બેથી ત્રણ સિટીમાં પકવી લેવા

  2. 2

    હવે ખાટું મીઠું પાણી બનાવવા માટે એક વાસણમાં આમલી અને ગોળ નું પાણી ઉકાળી લો પછી પાણી ઠંડુ થઈ જાય પછી ચારણીમાં ગાળી લો હવે ફુદીનોઅને આમલી અને ગોળનો મિશ્રણ મિક્સરમાં ક્રશ કરી લો

  3. 3

    હવે એક મોટા વાસણમાં ગોળ આમલીનો મિશ્રણ મા બે ગ્લાસ પાણી નાખી એની અંદર સંચળ લાલ મરચું અને ધાણાજીરું નાખીને હલાવવા નું અને બે ત્રણ કલાક સુધી ઠંડુ થવા રાખી દેવા એમાં થોડી બુંદી નાખી દો

  4. 4

    હવે તીખું પાણી બનાવવા માટે ફુદીનો મરચાંને અને કોથમીર મિક્સરમાં ક્રશ કરી લો પછી એમાં સંચળ અને થોડું મીઠું અને લીંબુ એક ગ્લાસ પાણી નાંખી અને ફ્રિજમાં ઠંડુ થવા માટે બેથી ત્રણ કલાક રાખી દેવો અને અંદર થોડી બુંદી નાખી દો

  5. 5

    હવે ચણા બટેટા ના મસાલા બનાવી લેવા પછી એની અંદર કોથમીર અને ડુંગળી પણ નાખી દેવા

  6. 6

    તો તૈયાર છે પાણીપુરી તીખું પાણી અને મીઠું પાણી સાથે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neelam Parekh
Neelam Parekh @cook_22288837
પર

ટિપ્પણીઓ

Similar Recipes