પાણીપુરી (Panipuri Recipe In Gujarati)

Megha Shah
Megha Shah @cook_27709881
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
ત્રણ વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ બટાકા
  2. ૧૦૦ ગ્રામ કાળા ચણા
  3. ૧ ચમચીલાલ મરચું
  4. સ્વાદ અનુસારમીઠું
  5. 1/2 ચમચીસંચળ
  6. પાણીપુરીનો મસાલો
  7. 1જોડી ધાણા
  8. 10,12 નંગફુદીનાના પાન
  9. ૧૦૦ ગ્રામ જેટલું ખજૂર
  10. 4 (5 નંગ)આંબલી
  11. નાની વાડકીગોળ
  12. ૬ નંગલીલા મરચા
  13. 1/2 ચમચીજીરૂ
  14. નાની કટોરીશીંગદાણા
  15. ૧ નંગલીંબુ
  16. ૩ નંગડુંગળી
  17. ૧ નાની વાડકીબુંદી
  18. મધ્યમ ટુકડો આદુ
  19. નાની વાટકીઝીણી સેવ
  20. નાની વાડકીદહીં
  21. 25 નંગપાણીપુરી

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌપ્રથમ બટાકા બાફી લો, અને ત્યારબાદ રાત્રે પલાળેલા ચણા ને બાફી લો, અને તેનો માવો તૈયાર કરો, તેમાં લાલ મરચું સંચળ મીઠું ઉમેરો

  2. 2

    ત્યારબાદ ધાણા અને ફુદીના નુ પાણી ની તૈયારી કરો તેમાં પહેલા ધાણા અને ફૂદીનાને સાફ કરીને તેને સમારી લો અને તેમાં લીલા મરચાં આદુનો ટુકડો થોડું જીરું લીંબુ મીઠું અને પાણીપુરીનો મસાલો, અને સંચળ પાઉડર ઉમેરો અને તેને મિક્સરમાં ક્રશ કરી દો, તો તૈયાર છે ધાણા અને ફુદીના નું તીખુ પાણી,પાણી પૂરી માટે જે સ્વાદમાં ખુબ સરસ લાગે છે...

  3. 3

    હું તીખા પાણી સાથે આંબલી અને ખજુર નું ગળ્યું પાણી પણ તૈયાર કરું છું તેમાં સૌપ્રથમ ખજૂર અને આમલીને અને તેમાં ગોળ ઉમેરીને તેને બાફી દો અને ઠંડુ થયા પછી તેને મિક્સરમાં ક્રશ કરી લો વધારા નો પલ્પ કાઢી નાખો અને તે મિશ્રણમાં મીઠું મરચું અને સંચળ ઉમેરો તો તૈયાર છે આપનું આંબલી અને ખજુર નું પાણી..

  4. 4

    તો તૈયાર છે આપણી પાણીપુરી ની સામગ્રી જે સ્વાદમાં તો સરસ લાગે છે પણ તેનું નામ સાંભળીને જ મોંમાં પાણી આવી જાય છે તો મસ્ત મજાની ચટાકેદાર આપણી પાણી પૂરી તૈયાર છે... તો આવો બધા ભેગા મળીને આપણે તેની મજા માનીએ......😘😘🤩😋😋😋 હું દહીપુરી એની સાથે બનાવું છું જે મારા ઘરમાં બધાને ખૂબ પ્રિય છે આવો સાથે મળીને આપણે પાણીપુરી અને દહીં પૂરીનો સ્વાદ માનીએ...😋😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Megha Shah
Megha Shah @cook_27709881
પર

Similar Recipes