દુધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe in Gujarati)

Nehal Gokani Dhruna
Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
Vadodara

#સ્નેક્સ

શેર કરો

ઘટકો

  1. 150 ગ્રામદુધી
  2. 1 વાટકીઘઉં નો લોટ
  3. 1 વાટકીચણા નો લોટ
  4. 1 વાટકીબાજરા નો લોટ
  5. 1પાવડુ તેલ મોળ માટે
  6. 1/2 ચમચીમરચુ પાઉડર
  7. 1/2 ચમચીહળદર
  8. 1 ચમચીધાણાજીરૂ
  9. સ્વાદઅનુસારમીઠું
  10. 1/2 નાની ચમચીમીઠા સોડા
  11. જરૂર મુજબ પાણી
  12. વઘાર માટે*
  13. 3પાડવા તેલ
  14. 1/2 ચમચીરાઈ
  15. 1/2 ચમચીજીરૂ
  16. 3 ચપટીહીંગ
  17. 3 ચમચીખાંડ
  18. જરૂર મુજબ કોથમીર
  19. ટમેટો સોસ*

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દુધી ની છાલ છોલી ખમણી વડે ખમણી લો

  2. 2

    એક કથરોટ માં દુધી લઈ ત્યારબાદ ઘઉં લોટ,ચણા નો લોટ & બાજરા નો લોટ એક કથરોટ ચારી લો

  3. 3

    ત્યારબાદ તેમા તેલ નું મોળ નાખી મરચુ,હળદર,ધાણાજીરૂ,સ્વાદઅનુસાર મીઠું,અને મીઠાસોડા નાખી જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધો

  4. 4

    ત્યારબાદ લોટ ને લંબગોળ સેઈપ આપો

  5. 5

    પછી કડાઈ માં પાણી ભરી કાણા વાળી પ્લેટ માં તેલ ચોપડી વાળેલા મુઠીયા તે પ્લેટ માં મુકો ત્યારબાદ કડાઈ ને ઢાકી 40 થી 45 મીનિટ ફાસ ગેસ એ થવા દો

  6. 6

    ત્યારબાદ મુઠીયા ને કટ કરી એક કડાઈ માં તેલ મુકી રાઈ,જીરૂ,હીંગ નો વઘાર કરો પછી મુઠીયા તે કડાઈ નાખી 3 ચમચી ખાંડ નાખો અને તેને હલાવી ધીમા તાપે થોડીવાર ચડવા દો અને ઉપર થી કોથમીર છાટો

  7. 7

    અને આપણા મુઠીયા તૈયાર તેને એક પ્લેટ માં ટોમેટોસોસ જોડે સર્વ કરો અને કોથમીર છાટો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nehal Gokani Dhruna
Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
પર
Vadodara

ટિપ્પણીઓ (6)

Vibha Upadhyay
Vibha Upadhyay @cook_22144453
મેં તમારી રેસીપી ફોલલૉ કરીને દુધીના મુઠીયા બનાવ્યા છે. તે ખૂબ સરસ બન્યા છે. આ સ્વાદિષ્ટ રેસીપી શેર કરવા બદલ તમારો આભાર.

Similar Recipes