મેંગો શીરા (Mango Shira recipe in gujarati)

Mayuri Unadkat
Mayuri Unadkat @mayuri29
Junagadh

#કૈરી
#મેંગો શીરા
હેલો ફ્રેન્ડસ આજે હું તમારી સાથે શેર કરીશ ઇનોવેટિવ રેસીપી જેનું નામ છે મેંગો શીરા... આપણે રવાનો શીરો તો જનરલી બનાવતા જ હોઈએ છે તો આ પણ ખુબ જ ટેસ્ટી બનશે.. મારી એક વર્ષની બેબી ને મેંગો ખૂબ જ ભાવે છે એટલે મેં આજે મેંગો શીરો બનાવવાની ટ્રાય કરી અને એ ખુબ જ સરસ બન્યું છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો ખૂબ જ ઇઝીલી બની જશે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીરવો
  2. 1 વાટકીઘી
  3. 1 વાટકીકેરીનો પલ્પ
  4. 1 વાટકીદૂધ
  5. 1 વાટકીપાણી
  6. 1 વાટકીખાંડ
  7. ૩ ચમચીકાજુ બદામ ના ટુકડા રોસ્ટ કરેલા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ આપણે એક પેનમાં ઘી મુકીશું હવે તેમાં રવો એડ કરી ને ખુબ જ સરસ રીતે શેકી લો મે અહીં બધું જ એક વાટકી નું માપ રાખ્યું છે તમે કોઈપણ વાટકીનું માપ રાખી શકો છો.

  2. 2

    રવાને એક પ્લેટમાં કાઢી લેશો હવે સેમ પેનમાં આપણે ઘી મૂકી કાજુ બદામ ના ટુકડા ને રોસ્ટ કરી લેશો એક વાટકીમાં કાઢી લેશું

  3. 3

    હવે અહીં મે એક વાટકી પાણી,એક વાટકી દૂધ અને એક વાટકી મેંગો પલ્પ એડ કરી બધું જ બરાબર મિક્સ કરી લો

  4. 4

    હવે તેમાં બ્બલસ થવા લાગે એટલે roast કરેલો રવો એડ કરી ખુબ જ સરસ મિક્સ કરી લો..હવે એક વાટકી ખાંડ ઉમેરી શું અને બધું જ બરાબર મિક્સ કરી લેશો ઘી છૂટુ પડી જાય ત્યાં સુધી શેકી લો.

  5. 5

    હવે તેમાં તૈયાર કરેલા કાજુ બદામ એડ કરી સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો તો તૈયાર છે યમ્મી મેંગો શીરા બાળકો ને ખુબ જ ભાવશે..તમે પણ જરૂર ટ્રાય કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mayuri Unadkat
Mayuri Unadkat @mayuri29
પર
Junagadh
I love cooking 😍
વધુ વાંચો

Similar Recipes