કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)

Neepa Chatwani
Neepa Chatwani @cook_18786478

કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. અડધું નાળિયેર
  2. અડધી વાટકી દાળિયા
  3. ૩-૪લીલા મરચા
  4. પોણીવાટકી દહીં
  5. થોડી કોથમરી
  6. ચાર-પાંચ મીઠા લીમડાના પાન
  7. મીઠું
  8. વઘાર માટે એક ચમચી ઘી
  9. થોડું જીરું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ નાળિયેરને ખોલીને તેમાંથી કોપરું કાઢવું ત્યારબાદ તેના ઝીણા ઝીણા પીસ કરી લેવા

  2. 2

    ત્યારબાદ એક મિક્સર જારમાં દાળીયા અને કોપરાનાં પીસને ઉમેરીને અધકચરુ ક્રશ કરવું ત્યાર બાદ તેમાં મીઠું,દહીં, કોથમરી તથા સમારેલા મરચાં ઉમેરીને એકદમ સરસ ક્રશ કરી લેવી

  3. 3

    ત્યારબાદ તેને એક બાઉલમાં કાઢી લેવું

  4. 4

    ત્યારબાદ એક વઘારીયા માં એકથી દોઢ ચમચી ઘી ગરમ મૂકવું ઘી ગરમ થઇ જાય એટલે તેમાં જીરું અને મીઠા લીમડાના ૫ થી ૬ પાન નાખવા અને ત્યારબાદ એ વઘારને કોકોનટ ની ચટણી ઉપર રેડવો. તો આ છે એકદમ સરસ કોકોનેટ ની ચટણી તૈયાર જે તમે ઢોસા અને ઇડલી સાથે સર્વ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neepa Chatwani
Neepa Chatwani @cook_18786478
પર

ટિપ્પણીઓ

Similar Recipes