હૈદ્રાબાદી બીરિયાની

Rekha Rathod
Rekha Rathod @Rekha_22977120
અંજાર

ભારતમાં દમ બિરિયાની મુઘલોના સમયથી પ્રચલિત છે. તે એક પ્રખ્યાત શાહી અને રિચ ભોજન તરીકે લોકોમાં ઓળખાય છે. હૈદરાબાદી બિરિયાની મસાલા, બાસમતી ચોખા, ઘી, શાકભાજી અને દહીંમાંથી બનાવવામાં આવે છે. એટલે જ તેને એક સંપૂર્ણ સ્વાસ્થ્યપ્રદ વાનગી માનવામાં આવે છે. સુગંધથી ભરપૂર અને સાથે જ ભરપૂર માત્રામાં મસાલા અને શાકભાજી હોવાના કારણે સ્વાસ્થ્યથી ભરપૂર આ બિરિયાની બનાવવાની રેસીપી આજે જોઈએ –

હૈદ્રાબાદી બીરિયાની

ભારતમાં દમ બિરિયાની મુઘલોના સમયથી પ્રચલિત છે. તે એક પ્રખ્યાત શાહી અને રિચ ભોજન તરીકે લોકોમાં ઓળખાય છે. હૈદરાબાદી બિરિયાની મસાલા, બાસમતી ચોખા, ઘી, શાકભાજી અને દહીંમાંથી બનાવવામાં આવે છે. એટલે જ તેને એક સંપૂર્ણ સ્વાસ્થ્યપ્રદ વાનગી માનવામાં આવે છે. સુગંધથી ભરપૂર અને સાથે જ ભરપૂર માત્રામાં મસાલા અને શાકભાજી હોવાના કારણે સ્વાસ્થ્યથી ભરપૂર આ બિરિયાની બનાવવાની રેસીપી આજે જોઈએ –

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 સર્વિંગ્સ
  1. 2 કપકપ – બાસમતી ચોખા
  2. 1 કપબટેટા
  3. 1/4 કપ– ફુલાવર
  4. 1/2 કપ– ગાજર
  5. 1 કપ– ડુંગળી
  6. 1 મોટી ચમચીકોથમીર
  7. 2 મોટી ચમચી– ઘી
  8. 2 મોટી ચમચીતેલ
  9. 2 કપ– દૂધ
  10. 1/2 કપ– દહીં
  11. 1/2 કપક્રીમ
  12. 1 ચમચી– કાજૂ
  13. 8-10પનીર ના ટુકડા
  14. 2 ચમચીફુદીના ની પેસ્ટ
  15. 4 ચમચીબિરયાની મસાલા પાઉડર
  16. 1 ચમચીલાલ મરચું પાઉડર
  17. 1 ચમચીધાણા જીરુ પાઉડર
  18. કોથમીર ગાર્નિસિંગ માટે
  19. સ્વાદાનુસાર – મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ હૈદરાબાદી વેજ બિરયાની બનાવવા માટે ચોખાને ધોઇને અધકચરા રાંધી લો. હવે એક કપમાં ગરમ દૂધ (અથવા પાણી) લઇને તેમા કેસર ઉમેરો અને રાઇસમાં ઉમેરી લો. ત્યાર પછી રાઇસને બે અલગ ભાગ કરો. હવે એક કઢાઇમાં તેલ ગરમ કરી લો. તેલ ગરમ થાય એટલે તેમા લાંબી સમારેલી ડુંગળી સાંતળી લો. તેને એક બાઉલમાં નીકાળી લો

  2. 2

    એક બૉઉલ માં દહીં લો તેમાં બધા મસાલા એડ કરો ફુદીના ની પેસ્ટ એડ કરો. બિરયાની મસાલો એડ કરો. બધું બરાબર ફેટી મિક્સ કરી લ્યો. હવે તેમાં પનીર અને કાજુ એડ કરો.

  3. 3

    કુકર માં તેલ નાખી દહીં ની પેસ્ટ નાખી દયો. સ્વાદ અનુસાર મીઠું નાખો. તેલ છૂટું પડ્યા પછી થોડો મસાલો બાઉલ માં નીકળી લ્યો. પછી તેમાં રાંધેલા ભાત એડ કરો.

  4. 4

    ભાત ની ઉપર મસાલા નું પાછું લેયર મુકો. ફરી થી ભાત નું લેયર કરો. તેના ઉપર બરિસ્ટો તેમજ કેસર નું પાણી એડ કરો.

  5. 5

    થોડી વાર પછી ગેસની ફ્લેમ ઓફ કરી દયો. રેડી છે બિરયાની કોથમીરથી ગાર્નિસિંગ કરો. બુંદી ના રાઈતા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Rathod
Rekha Rathod @Rekha_22977120
પર
અંજાર

ટિપ્પણીઓ

Similar Recipes