મેંગો બરફી (Mango Burfi recipe in Gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
4 વ્યક્તિ
  1. 1અને 1/2 કપ મેંગો પલ્પ
  2. 1/2 કપખાંડ
  3. 1/4 કપગરમ દૂધ
  4. 1 કપદૂધ પાઉડર
  5. 3/4 કપનાળિયેર છીન
  6. 1/2 ચમચીઇલાઇચી પાઉડર
  7. 2 ચમચીસમરેલા ડ્રાયફ્રૂટ (બદામ, કાજુ અને પિસ્તા)
  8. ગાર્નિસ માટે 1 ચમચી ડ્રાયફ્રૂટ ના ટુકડા

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પાકી કેરી ના નાના પીસ ને એક મિક્સર જાર મા ઉમેરો ને ટેને પાણી વગર ફાઇન પીસી ને સોફ્ટ પલ્પ તૈયાર કરી લો. હવે આ કેરીનો પલ્પ ને એક પેન મા ઉમેરો ને ટેને મિડિયમ ગેસ પર પકાવુ. હવે આ જ પ્રોસીઝર મા આમા ખાંડ ઉમેરો ને મિક્સ કરી ખાંડ ઓગડે ત્યા સુધી થોડી વાર પકાવુ.ખાંડ ઓગડે ત્યા સુધી ગરમ દૂધ મા દૂધનો પાઉડર થોડી થોડો કરી ને હલાવુ ને એક જાડા પેસ્ટ તૈયાર કરવી.

  2. 2

    હવે ખાંડ ઓગાડી ગયી છે તો આમા આ દૂધ પાવડરની પેસ્ટ ઉમેરો કરી ધિમા ગેસ પર ધવા દેવુ. હવે આ જ સ્ટેજ પર નાળિયેર નુ છિન ને ઇલાઇચી પાઉડર ઉમેરો કરી બરાબર મિક્સ કરી લો. હવે આ મિક્સર ને મિક્સર જ્યા સુધી પેન ના છોડે ત્યા સુધી ધિમા ગેસ પર હલાવટા રહેવુ ને પકવવુ. હવે આમા ડ્રાયફ્રૂટ ના પીસ ઉમેરો કરી બરાબર મિક્સ કરી લો.

  3. 3

    હવે ગેસ બંધ કરી લો ને મિક્સર ને એક તેલ થી ગ્રિસ કરેલી ડિસ મા ઉમેરો કરી ચમચા થી મિક્સર પાથરવુ. પછી ઈની પર ડ્રાયફ્રૂટ ના ટુકડાઓ ઉમેરો ને હાથ થી દબાવો જેઠી ડ્રાયફ્રૂટ ચિપકી જાય. હવે આ મિક્સર ને રુમ તાપમાન પર અથવા ફ્રિજ મા સેટ થવા મુકો.

  4. 4

    હવે મેંગો બરફી સેટ થઈ ગયી છે. હવે આ બરફી ને ચોરસ કાપી લો. હવે આ નરમ અને સ્વાદિષ્ટ મેંગો બરફી ખાવા માટે તૈયાર છે. આને પાકા મેંગો ની સ્લાઈસ સાથે સર્વ કરો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes