ફરાળી આલુ મૂઠીયા(farali alu muthiya recipe in gujarati)

Dolly Porecha
Dolly Porecha @cook_23519178

ફરાળી આલુ મૂઠીયા(farali alu muthiya recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4નંગ બટાકા
  2. 2-3ચમચી શેકેલા સીંગદાણા નો પાઉડર
  3. 1/2 ચમચીતજ-લવિગ નો પાઉડર
  4. 1 ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  5. મીઠું સ્વાદાનુસાર
  6. 1ચમચી ખાંડ
  7. 1/2 ચમચીજીરું પાઉડર
  8. 1ચમચી લીંબુનો રસ
  9. 2 ચમચીઝીણી સમારેલી કોથમીર
  10. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કાચા બટાકા ની છાલ ઉતારી લો અને તેને ઝીણા ખમણીને 10 મીનીટ મીઠું લગાવીને રાખવું જેથી બટાકા નું પાણી નીકળી જાય.

  2. 2

    10 મીનીટ પછી ખમણેલ બટાકા ને નીચોવી લો અને પાણી કાઢી લો ત્યારબાદ તેમાં જરૂર પ્રમાણે મીઠું, ખાંડ, લીંબુનો રસ, તજ-લવિગ નો પાઉડર, જીરું પાઉડર, આદુ મરચાં ની પેસ્ટ, શેકેલા સીંગદાણા નો પાઉડર, કોથમીર ઉમેરો અને સારી રીતે મિક્સ કરી લો.

  3. 3

    ત્યારબાદ તેમાંથી ફરી પાણી નીચોવીને મૂઠીયા વાળી લો અને વાળીને મૂઠીયા તરત જ તેલમાં ધીમા તાપે તળી લો.તૈયાર છે સ્વાદિષ્ટ ફરાળી મુઠીયા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dolly Porecha
Dolly Porecha @cook_23519178
પર

Similar Recipes