ફરાળી  ઢોસા(farali dosa recipe in gujarati)

Zankhana Bhosle
Zankhana Bhosle @cook_24609186

ફરાળી  ઢોસા(farali dosa recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
1 વ્યક્તિ
  1. ઢોસા  નું  ખીરું  બનાવવા :-
  2. 1વાટકી મોરિયો
  3. મીઠુ સ્વાદ અનુસાર
  4. બટાકા નું  શાક બનાવવા  (સ્ટફિંગ  માટે) :-
  5. 3નંગ બાફેલા બટાકા
  6. 2-3નંગ જીણા કાપેલા મરચાં
  7. 5-6નંગ લીમડાં ના પાન
  8. 1/2ચમચી જીરું
  9. મીઠું સ્વાદ મુજબ
  10. 3ચમચી તેલ
  11. કોથમીર જીણી સમારેલી
  12. 2ચમચી શેકેલા સીંગદાણા નો ભુક્કો
  13. 1ચમચી ખાંડ
  14. 1ચમચી લીંબુ નો રસ
  15. સર્વિંગ  માટે :-
  16. લીલા મરચાં, કોથમીર અને લીલા કોપરા ની ગ્રીન ચટણી

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ 1 વાટકી મોરિયો લઇ ધોઈ ને 1 કલાક પલાળી રાખો. ત્યારબાદ તેમાં મીઠું નાંખો. અને મિક્ષર માં નાંખી ઢોસા જેવું ખીરું બનાવી લો. તેને 10 મિનિટ રેસ્ટ આપો.

  2. 2

    હવે સ્ટફિંગ માટે બટાકા નું શાક બનાવવા 3 થી 4 નંગ બાફેલા બટાકા લઇ તેને ચોરસ સમારી લો. હવે એક કઢાઈ 2 ચમચી માં તેલ મૂકી ગરમ કરો. ત્યારબાદ જીરું અને લીલા મરચાં અને લીમડાં ના પાન નાંખી હલાવો. હવે તેમાં સમારેલા બટાકા નાંખી મિક્સ કરી લો.

  3. 3

    ત્યારબાદ તેમાં સીંગદાણા નો ભૂકો, 1 ચમચી લીંબુ નો રસ તથા ખાંડ અને સ્વાદ અનુસાર મીઠું નાંખી હલાવી લો. હવે સમારેલી કોથમીર નાંખો.

  4. 4

    ત્યારબાદ નોનસ્ટિક નું પેન લઇ મીડિયમ ફ્લેમ પર ગરમ કરો. હવે ગોળ ચમચા વડે ખીરું પાથરી ઢોસો બનાવી લો. ઢોસો શેકાય એટલે વચ્ચે બનાવેલું બટાકા નું સ્ટફિંગ 2 ચમચી મૂકી ઢોસા ને વાળી લો.

  5. 5

    હવે ઢોસા ને સર્વિંગ પ્લેટ માં કાઢી ગ્રીન ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો. લો તૈયાર છે ઉપવાસ માં ખાઈ શકાય તેવી એક નવી રેસીપી ફરાળી stuffed ઢોસા.😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Zankhana Bhosle
Zankhana Bhosle @cook_24609186
પર

ટિપ્પણીઓ

Similar Recipes