આલુ ટિક્કી=(alu tikki in Gujarati)

Khush22
Khush22 @Khush_22

#sp
મસાલેદાર આલુ ટિક્કી બહારથી ક્રિસ્પી અને અંદરથી નરમ હોય છે.‌ આ સરળ રેસિપીમાં બટાકાં, વટાણા અને મસાલાનો ઉપયોગ કરાયો છે. તેલમાં શેકીને બનાવી હોવાથી એકદમ ક્રિસ્પી પણ છે.

આલુ ટિક્કી=(alu tikki in Gujarati)

#sp
મસાલેદાર આલુ ટિક્કી બહારથી ક્રિસ્પી અને અંદરથી નરમ હોય છે.‌ આ સરળ રેસિપીમાં બટાકાં, વટાણા અને મસાલાનો ઉપયોગ કરાયો છે. તેલમાં શેકીને બનાવી હોવાથી એકદમ ક્રિસ્પી પણ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦-૩૫ મિનિટ
  1. મોટા બાફેલા બટાકા
  2. ૮ ટેબલ સ્પૂનબ્રેડક્રમ્બ્સ
  3. ૧ ટેબલ સ્પૂનકોર્ન ફ્લોર
  4. ટેબલ‌ સ્પૂન છીણેલું આદુ
  5. ૨ ટેબલ સ્પૂનઝીણી સમારેલી કોથમીર
  6. બી કાઢીને ઝીણાં સમારેલાં લીલા મરચાં
  7. ૧ ટેબલસ્પૂનગરમ મસલો
  8. 1/2 ટેબલસ્પૂનલાલ મરચું પાઉડર
  9. ૧ ટેબલસ્પૂનલીંબુનો રસ
  10. તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦-૩૫ મિનિટ
  1. 1

    એક પ્રેશર કૂકરમાં બટકાં નરમ થાય ત્યાં સુધી બાફી લો. પછી છાલ કાઢીને મેશ કરી લો. વટાણાંને 5 મિનિટ પાણીમાં નાખીને ઉકાળો. એક બીજા બાઉલમાં મેશ કરેલા બટાકાં, બાફેલા વટાણાં, 4 ટેબલ સ્પૂન બ્રેડક્રમ્બ્સ, છીણેલું આદુ, કોથમીર, ઝીણા સમારેલાં લીલા મરચા, ગરમ મસાલો, લાલ મરચું, લીંબુનો રસ અને મીઠું નાખો.

  2. 2

    આ બધી સામગ્રીને બરાબર રીતે મિક્સ કરી લો. પછી તેના બોલ વાળી લો. પછી આ બોલને હથેળી દબાવીને ચપટો કરી લો. થેપીને તેને નાની પૂરી જેવો આકાર આપવો. પછી એક થાળીમાં 4 ટેબલ સ્પૂન બ્રેડક્રમ્બ્સ લઈ તેમાં રગદોળો. આવી જ રીતે બાકીની પેટીસ બનાવી લો.

  3. 3

    હવે એક નોન-સ્ટીક તવાને મધ્યમ ફ્લેમ પર ગરમ કરો અને તેના પર 2-3 ટીસ્પૂન તેલ નાખો. 3-4 પેટીસને તવા પર રાખો. જ્યાં સુધી પેટીસની નીચેની તરફ ગોલ્ડન રંગની ન થાય ત્યાં સુધી શેકો. હવે પેટીસને ફેરવીને ચારે બાજુ તેલ નાખીને ગોલ્ડન થાય ત્યાં સુધી બનાવો. હવે આવી જ રીતે બાકીની ટિક્કી પણ બનાવી લો. તૈયાર થયેલી ટિક્કીને સૉસ કે ગ્રીન ચટણી સાથે પીરસી શકો છો.

  4. 4

    જો તમારી પાસે બ્રેડક્રમ્બ ન હોય તો કોર્ન ફ્લોરનો ઉપયોગ પણ કરી શકો છો. તમારા સ્વાદ પ્રમાણે મસાલામાં વધ-ઘટ કરી શકો છો.ટિક્કીને ક્રિસ્પી બનાવવા માટે ભારે તળિયાવાળા વાસણનો ઉપયોગ કરવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khush22
Khush22 @Khush_22
પર

ટિપ્પણીઓ

Similar Recipes