કસ્ટર્ડ પુડિંગ(custard pudding recipe in Gujarati)

Nisha
Nisha @nisha_sangani
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2લીટર દૂધ
  2. 3 ટેબલ સ્પૂનકસ્ટર્ડ પાઉડર
  3. ૮ ગ્રામchina grass
  4. 2 નંગઇલાયચી
  5. 1 કપખાંડ
  6. 1/2 કપપાણી
  7. 2 ચમચીકાજુ બદામ પિસ્તાની કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં અડધો લીટર દૂધ લઈ તેને ગેસ પર ગરમ કરવા મૂકો દૂધ ગરમ થઈ જાય ત્યાર પછી તેમાં ખાંડ નાખવી અને ઇલાયચી પાઉડર નાખવો

  2. 2

    એક વાટકીમાં 3 ટેબલ ચમચી કસ્ટર્ડ પાઉડર લઈને તેમાં થોડું પાણી ઉમેરી તેને ઓગાળી લેવો જેથી દૂધમાં નાખી એ પછી તેમાં ગઠ્ઠા ન પડે

  3. 3

    દૂધ ઊકળી જાય ત્યાર પછી તેમા કસ્ટર પાઉડર નું મિશ્રણ ધીમે ધીમે ઉમેરતા જવું સતત હલાવતા રહેવું દૂધને ઘટ્ટ થવા દેવું

  4. 4

    હવે બીજી સાઈડ ગેસ પર એક વાસણમાં ૮ ગ્રામ china grass લેવો તેમાં અડધો ગ્લાસ પાણી ઉમેરી ગેસ પર ગરમ કરવા મૂકવું ચાઇના ગ્લાસ પાણીમાં ઓગળે ત્યાં સુધી તેને ગરમ કરવું પછી તે ગેસ બંધ કરી દેવો

  5. 5

    હવે custard પાઉડર વાળા દૂધમાં ચાઇના ગ્રાસ નુ મિશ્રણ ઉમેરી સતત હલાવતા રહેવું મિશ્રણ એકદમ ઘટ્ટ થઈ જાય ત્યાર પછી ગેસ બંધ કરી દેવો

  6. 6

    હવે આ મિશ્રણ રૂમ ટેમ્પરેચર પર આવી જાય ત્યાર પછી તેને કન્ટેનરમાં કાઢવુ તેના પર કાજુ બદામ પીસ્તા ની કતરણ નાખવી ત્યાર પછી ઢાંકણ બંધ કરી કસ્ટર્ડ પુડિંગ ને ફ્રીજમા સેટ કરવા માટે બે-ત્રણ કલાક માટે મૂકી દેવું

  7. 7

    બે-ત્રણ કલાક પછી ફ્રીઝમાંથી બહાર કાઢી તેના ચપ્પુથી પીસ કરવા તો તૈયાર છે કસ્ટર્ડ પુડિંગ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nisha
Nisha @nisha_sangani
પર

Similar Recipes