કસ્ટર્ડ બ્રેડ પુડિંગ(Custard Bread Pudding)

Kruti Ragesh Dave
Kruti Ragesh Dave @cook_23306347
શેર કરો

ઘટકો

  1. ૫૦૦મીલી દૂધ
  2. ૧/૨વાડકી ઠંડુ દૂધ
  3. ૫-૬ ચમચી ખાંડ
  4. ૮-૧૦ કાપેલી બદામ
  5. ૮-૧૦ કાપેલા કાજુ
  6. ટુકડા૫-૬અખરોટ ના
  7. ૩ચમચી કસ્ટૅડ પાઉડર
  8. ૩-૪ કેસર ના તાંતણા
  9. આખી ઇલાયચી
  10. બ્રેડ ના ટુકડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં દૂધ લઈને તેમાં આખી ઇલાયચી નાખવી આ દૂધને ગેસ પર ઉકાળવા મુકો દૂધ ઉકડે ત્યાં સુધીમાં એક વાડકીમાં ઠંડુ દૂધ લઈને તેમાં custard પાઉડર અને કેસર ઓગાળવો પછી દૂધ ઊકળે એટલે આ કસ્ટર્ડ પાઉડર વાળા દૂધ ને ઉકળતા દૂધમાં નાખીને સતત હલાવતા રહેવું જેથી કરીને તેમાં ગાઠા ના પડે અને custard તપેલીમાં નીચે ચોંટી ના જાય હવે દૂધ જાડુ થવા માંડે એટલે તેમાં ખાંડ ઉમેરવી આ ઉકળતા દૂધમાં અડધા ડ્રાયફ્રુટ નાખી દેવા અને અડધા રાખી મૂકવા હવે પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી દેવો દૂધ સરખું જાડું થઈ ગયું હશે

  2. 2

    આ દૂધ માં બ્રેડના ટુકડા કરીને નાખવા પછી એક વાર હલાવવું પછી અને 20 મિનિટ ઠંડો પડવા દેવું ત્યાં સુધી ઢોકળા ના વાસણ માં નીચે મીઠું પાથરીને તેની અંદર કાંઠો મૂકીને તેને ગરમ કરવા મૂકવું પછી કોઈપણ એલ્યુમિનિયમ ની તપેલી ને ઘી થી ગ્રીસ કરવી પછી આ મટીરીયલ ને તે તપેલીમાં રેડવું પછી તેને ઢોકળાના વાસણમાં મૂકીને 20 મિનિટ માટે ધીમા તાપે થવા દેવું પછી ગેસ બંધ કરીને બહાર કાઢી લેવું પછી આ ઠંડુ પડે એટલે તેને ડીપ ફ્રીઝ(ફ્રીઝર) માં ત્રણ કલાક મૂકી રાખો

  3. 3

    પછી એને બહાર કાઢીને પીસ કરી ને સર્વિંગ પ્લેટમાં મૂકીને તેની ઉપર ચોકલેટ સીરપ, ડ્રાય ફુટ, green એપ્રિકોટ થી ગાર્નીશિંગ કરવું આ રીતે બ્રેડ પુડિંગ તૈયાર થશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kruti Ragesh Dave
Kruti Ragesh Dave @cook_23306347
પર

ટિપ્પણીઓ (4)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
સ્વાદિષ્ટ લાગે છે, બ્રેડ નું માપ ngredients મા લખવાનુ ભુલાઈ ગયું છે.
(સંપાદિત)

Similar Recipes