દાળવડા-(Dal vada recipe in Gujarati)

Nisha
Nisha @nisha_sangani

#સ્નેક્સ
#માઇઇબુક-પોસ્ટ ૩

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામમગની પીળી દાળ
  2. 1 ટેબલ સ્પૂનમીઠું
  3. 1/2વાડકી આદુ મરચાની પેસ્ટ
  4. કોથમરી
  5. 1/4 ટેબલ સ્પૂનસાજીના ફૂલ
  6. પાણી જરૂર મુજબ
  7. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મગની દાળને ધોઈને પાંચથી છ કલાક માટે પલાળી રાખો

  2. 2

    દાળ પલળી ગયા પછી બધુ પાણી નિતારી લઈ તેને મિક્સરમાં ક્રશ કરવી આ રીતે ખીરું તૈયાર કરવું

  3. 3

    હવે મિક્સરમાં આદુ-મરચાની પેસ્ટ તૈયાર કરવી

  4. 4

    પીસેલી દાળ ના ખીરામાં મીઠું આદુ મરચાની પેસ્ટ અને કોથમરી નાખવાં

  5. 5

    ત્યાર પછી તેના સાજીના ફૂલ નાખી બરાબર મિક્સ કરવુ

  6. 6

    હવે એક લોયામાં તેલ ગરમ મૂકી તૈયાર કરેલા ખીરામાંથી વડા ઉતારવા વડાને કાચા-પાકા તળવા પછી તેને બહાર કાઢી લેવા આ રીતે બધા વડાને કાચા-પાકા તળી લેવા

  7. 7

    હવે કાચા પાકા તળેલા વડાને ફરીથી તેલમાં મીડીયમ ફ્લેમ પર ડીપ ફ્રાય કરવા વડા ને બે વાર તળવા થી તે વધુ ક્રિસ્પી બને છે

  8. 8

    તૈયાર છે દાળ વડા તેને ખજૂર આમલીની ચટણી લીલી ચટણી તથા મરચા સાથે સર્વ કરવા આ વડા ખાવામાં ખૂબ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nisha
Nisha @nisha_sangani
પર

Similar Recipes