ફેમસ હલ્દીરામની ડ્રાય કચોરી(famous haldiram ni dry kachori)

Patel chandni
Patel chandni @cook_22714751
Bharuch

#સ્નેકસ
આ સ્નેકસ મારા ઘરમાં બધાનો ફેવરિટ છે.

ફેમસ હલ્દીરામની ડ્રાય કચોરી(famous haldiram ni dry kachori)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#સ્નેકસ
આ સ્નેકસ મારા ઘરમાં બધાનો ફેવરિટ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

60મિનિટ
3વ્યક્તિ માટે
  1. ઉપર નું કોટીગ માટે
  2. 2બાઉલ મેંદો
  3. 2 ટી સ્પૂનબેસન
  4. સ્વાદ પ્રમાણેમીઠું
  5. 3 ટેબલ સ્પૂનતેલ
  6. 1/2 ગ્લાસપાણી
  7. સ્ટફિંગ માટે
  8. 1બાઉલ મોળી જાડી સેવ (ગાઠીયા)
  9. 1/2બાઉલ ચવાણુ અથવા તીખી સેવ
  10. 2 ટી સ્પૂનલીન્બુ નો રસ
  11. 2 ટી સ્પૂનખાન્ડ
  12. 1 ટી સ્પૂનચાટ મસાલો
  13. 1 ટી સ્પૂનકાશ્મીરી લાલ મરચું
  14. 1/2ધાણાજીરું પાઉડર
  15. સ્વાદ પ્રમાણેમીઠું
  16. 2 ટી સ્પૂનવરિયાળી
  17. 2 ટી સ્પૂનતલ
  18. 3 ટી સ્પૂનતેલ બાઇન્ડ માટે
  19. 10 નંગકાપેલી સુકી દ્વાક્ષ
  20. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

60મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક મોટા બાઉલમાં અથવા પરાત માં 2 બાઉલ મેંદો લઈશું

  2. 2

    હવે પછી તેમાં 2 ટી ચમચી બેસન ઉમેરો.

  3. 3

    હવે પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો

  4. 4

    હવે પછી તેમાં 3 ટેબલ ચમચી તેલ ઉમેરો.

  5. 5

    ત્યારબાદ તેમાં મુઠ્ઠી વળે છે કે નહીં તે જુઓ ના વળે તો તેમાં 1 - 2 ટી ચમચી તેલ.ઉમેરો.

  6. 6

    હવે પછી તેમાં થોડું થોડું કરી પાણી ઉમેરી મિડીયમ લોટ બાંધી લેવો.

  7. 7

    હવે પછી તેને ઢાંકીને 10-15મિનિટ સુધી રેસ્ટ આપો.

  8. 8

    હવે પછી તેના સ્ટફિંગ ની તૈયારી કરી લઈશું.

  9. 9

    હવે પછી એક મિકસર જાર માં આપણે1બાઉલ જાડી સેવ અથવા(ગાઠીયા) ઉમેરો.

  10. 10

    હવે પછી તેમાં 1/2 બાઉલ ચવાણુ અથવા તીખી સેવ ઉમેરો.

  11. 11

    હવે પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો.

  12. 12

    હવે પછી તેમાં 1ટી ચમચી ચાટ મસાલો ઉમેરો.

  13. 13

    હવે પછી તેમાં 2 ટી ચમચી વરિયાળી ઉમેરો.

  14. 14

    હવે પછી તેમાં 2 ટી ચમચી તલ ઉમેરો.

  15. 15

    હવે પછી તેમાં 1ટી ચમચી કાશ્મીરી લાલ મરચું પાઉડર અને1/2 ટી ચમચી ધાણાજીરું પાઉડર મિક્સ કરી તેમાં ઉમેરો.

  16. 16

    હવે પછી તેમાં 2 ટી ચમચી ખાન્ડ ઉમેરો.

  17. 17

    હવે પછી તેમાં 2 ટી ચમચી લીન્બુ નો રસ ઉમેરી દો.

  18. 18

    હવે પછી મિક્સ કરેલી ચીઝ વસ્તુઓ ને દરદરુ પીસી લો.

  19. 19

    હવે તે મિક્સર ને એક પ્લેટ માં કાઢી લો.

  20. 20

    હવે પછી તેમાં 10 નંગ કાપેલી દ્વાક્ષ ઉમેરી બરાબર મિક્ષ કરી લો.

  21. 21

    હવે પછી તેમાં 3 ટી ચમચી તેલ ઉમેરી મિકસર ના નાના બોલ્સ વાળી લો.

  22. 22

    હવે પછી બાધેલા લોટ ને મસળી લો.અને તેના એક સરખા ભાગે લુઆ કરી લો.

  23. 23

    હવે પછી એક લુઉ લઈ તેને એક સરખી અને રીતે થોડી જાડી પૂરી વળી લો.

  24. 24

    હવે પછી આપણે જે સ્ટફિંગ બોલ્સ બનાવેલા તેને સેન્ટર માં મુકીશું

  25. 25

    હવે પછી તેને કચોરી ના શેપ બરાબર બંધ કરી લઈશું.તેના ઉપર નો વધારાનો લોટ કાઢી લઈશું.

  26. 26

    હવે હાઇ ફલેમ પર તેલ ગરમ થવા દઈશુ તેલ ગરમ થઈ ગયા પછી ગેસ ની ફલેમ લો કરી તૈયાર કરેલી કચોરી ને તળી લઈશું.

  27. 27

    ત્યારબાદ કચોરી ને ગોલ્ડન બ્રાઉન રંગ ની ત્યાં સુધી તળી લેવી ટિશ્યુ પેપર પર કાઢી લઈશું.

  28. 28

    ત્યારબાદ તેને લીલી ચટણી અને લીલા તળેલા મરચાં સાથે સર્વ કરો આ કચોરી ચા સાથે પણ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Patel chandni
Patel chandni @cook_22714751
પર
Bharuch
I m receptionist in a hospital
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes