આલુ ટિક્કી બર્ગર

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865

#નોન ઈન્ડિયન

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. આલુ ટિક્કી માટે સામગ્રી:
  2. ૧/૨ કીલો બાફેલા બટાકા
  3. ૧/૨ કપ બાફેલા વટાણા, ફણસી-ગાજર
  4. ૨ ટેબલસ્પૂન આદુ મરચા ની પેસ્ટ
  5. ૧/૨ ટી સ્પૂન ગરમ મસાલો
  6. ૧ /૨ લીંબુ નો રસ
  7. મીઠું સ્વાદાનુસાર
  8. તેલ સાંતળવા માટે
  9. અન્ય સામગ્રી ;
  10. ૮ બર્ગર બંન
  11. બટર
  12. ૮ ચીઝ સ્લાઈસ
  13. ટમેટા ની સ્લાઈસી
  14. કાંદા ની સ્લાઈસી
  15. ગ્રીન કેપ્સીકમ ની સ્લાઈસી
  16. સલાડ નાં પાન
  17. મેયો
  18. ટોમેટો કેચઅપ
  19. સાથે સર્વ કરવા માટે
  20. બટાકા ની વેફર
  21. ઠંડુ પીણું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા આલુ ટિક્કી બનાવી.. એક થાળીમાં બાફેલા બટાકા ને છુંદી, એમાં બાફેલા વટાણા ફણસી-ગાજર, મીઠું, ગરમ મસાલો, લીંબુ નો રસ નાખીને બરાબર મિક્ષ કરી,૮ ભાગ કરવા.. અને ગોળ ટિક્કી બનાવી.

  2. 2

    નોન સ્ટિક તવા પર આલુ ટિક્કી તેલ મૂકી ને બન્ને બાજુ ગુલાબી રંગ ની શેકી લેવી ્

  3. 3

    હવે એક બર્ગર બન લઈ ને બે ભાગ કરવા. બટર નાંખીને બન શેકી લો. ગેસ બંધ કરવો. બંધ ના નીચે ના ભાગ પર સલાડ નાં પાન મૂકી એના ઉપર ચીઝ સ્લાઈસ મૂકવી.(ફોટાઓ માં દર્શાવેલ છે)

  4. 4

    હવે એના ઉપર આલુ ટિક્કી મૂકી એના ઉપર ટમેટા અને કાંદા ની સ્લાઈસી ગોઠવી.

  5. 5

    હવે એના ઉપર કેપ્સીકમ ની સ્લાઈસી ગોઠવી. બીજા ભાગ પર૧-૧ ટી સ્પૂન ટમેટા નું કેચઅપ અને મેયો પાથરો.(ફોટાઓ માં દર્શાવેલ છે).બંધ નો ઉપર નો ભાગ થી કવર કરી, બટર મૂકી ફરી થી શેકો. આવી રીતે બઘાં આલૂ ટીક્કી બર્ગર તૈયાર કરવા.

  6. 6

    ગરમાગરમ સ્વાદિષ્ટ આલૂ ટીક્કી બર્ગર, બટેટા ની વેફર અને ઠંડુ પીણું સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jasmin Motta _ #BeingMotta
પર

ટિપ્પણીઓ (3)

Khyati Dhaval Chauhan
Khyati Dhaval Chauhan @the_veggie_vogue
Very nice ... aunty nonindian vachhe this space kadhi nakho..

Similar Recipes