દહીંવડા(dahivada recipe in gujarati)

Sonal kotak
Sonal kotak @cook_22001641
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
  1. ૨૫૦ ગ્રામ અડદની દાળ
  2. ૫૦ ગ્રામ મગની ફોતરાં વઞરની દાળ
  3. ૨ ચમચીચોખા
  4. ૫૦૦ મીલી દહીં
  5. ૧૦૦ ગ્રામ ‌‌‌દળેલી ખાંડ
  6. તેલ
  7. ચમચા દહીં
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  10. ૧ ચમચીશેકેલા જીરું નો પાઉડર
  11. ૧/૨ ચમચીગરમ મસાલો
  12. થોડાલીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ બન્ને દાળ અને ચોખાને સરખી રીતે ધોઈ છ થી સાત કલાક પલાળી દો.પછી બધું પાણી નીતારી થોડું દહીં નાખી મિકસર‌ જારમાં નાખી ક્રશ કરી લો.એકદમ સ્મૂધ ખીરું તૈયાર કરો.

  2. 2

    હવે કઢાઈમાં તેલ ગરમ મૂકો.ખીરા ને એકદમ ફીણો.એક વાટકી માં પાણી લઈ તેમાં ખીરા નું ટીપું નાખો.જો તે પાણી માં ઉપર તરે તો આપણું ખીરું તૈયાર છે.અને નીચે બેસી જાય તો હજુ‌ તેને ફીણો.

  3. 3

    ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન એવા વડા તળી લો.પછી વડા ને ઠંડા પાણીમાં પલાળી રાખો.હવે‌ દહીં માં દળેલી ખાંડ નાખી ચનૅ કરો.

  4. 4

    પલાળેલા વડા ને હાથથી દબાવી પાણી કાઢી એક બાઉલમાં મૂકો.ઉપર દહીં નાખી મીઠું અને મસાલા છાંટી સમારેલાલીલા ધાણા થી ગાર્નિશ કરો.

  5. 5

    થોડીવાર ફિઝ માં ઠંડા કરી સર્વ કરો.તો રેડી છે આપણા યમ્મી દહીંવડા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal kotak
Sonal kotak @cook_22001641
પર

Similar Recipes