ગળ્યા સાટા(sweet sata in gujarati)

Pushpa Kapupara
Pushpa Kapupara @cook_21932556

#વિકમીલ 2 #સ્વીટ રેસિપી #post3

ગળ્યા સાટા(sweet sata in gujarati)

1 કમેન્ટ કરેલ છે

#વિકમીલ 2 #સ્વીટ રેસિપી #post3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
બે થી ત્રણ વ્યક્તિ માટે
  1. 1 વાટકીમેંદાનો લોટ
  2. 1 વાટકીખાંડ
  3. 1/2વાટકી ઘી
  4. 1/2વાટકી તેલ
  5. 1/4 ચમચી બેકિંગ પાઉડર
  6. 2 ચમચીરવો
  7. ૩ ચમચીદૂધ
  8. ૩-૪ નંગકાજુ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મેંદાને ચાળી લેવો ત્યારબાદ તેમાં બેકિંગ પાઉડર ઉમેરીને એક ચમચી ઘી નાખી હાથથી મિક્સ કરી દેવું

  2. 2

    ત્યારબાદ રવામાં થોડું દૂધ ઉમેરી સ્લરી બનાવી મેંદાના લોટમાં મિક્સ કરી એકદમ કઠણ લોટ બાંધવો આ લોટને થોડીવાર ઢાંકીને રાખી દેવો ત્યારબાદ એક કડાઈમાં થોડું તેલ અને થોડું ઘી લઈ ગરમ કરવા મૂકવુ

  3. 3

    ત્યારબાદ મેંદાના લોટમાંથી મોટો જાડો રોટલો વણવો અને આ રોટલામાંથી ગોળ વાટકી વડે છાપ પાડવી ત્યારબાદ તેમાં કાંટા ચમચી વડે કાણા પાડી લેવા જેથી કરીને ફૂલે નહીં આ સાટા ને આછા મરુન કલરના તળી લેવા

  4. 4

    ત્યારબાદ એક કડાઈમાં ખાંડ લઇ 1/2વાટકી પાણી ઉમેરી ચાસણી ગરમ કરવા મૂકવી આ ચાસણી અઢી તારની લેવી ત્યારબાદ એક ડીશમાં થોડું ઘી લગાવી ચાસણી વાળા સાટા તેની ઉપર ગોઠવવા જેથી ચાસણી વાળા સાટા ડીશ માં ચોંટે નહી

  5. 5

    ત્યારબાદ તૈયાર થયેલા સાટા ઉપર કાજુ ની કતરણ ગોઠવી સર્વ કરવું તો તૈયાર છે આપણા ક્રિસ્પી ગળ્યા સાટા...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pushpa Kapupara
Pushpa Kapupara @cook_21932556
પર

Similar Recipes