દુધીના મુઠીયા (Dudhina muthiya)

Ila Pithadia
Ila Pithadia @cook_21827352
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ ખમણેલી દુધી
  2. 1બાઉલ બાજરાનો લોટ
  3. 1બાઉલમાં ચણાનો લોટ
  4. 1 કપઘઉંનો લોટ
  5. 1બાઉલ ભાત
  6. 1બાઉલ મેથીની ભાજી
  7. 1 ચમચીમરચું પાઉડર
  8. 1 ચમચીહળદર
  9. 1 ચમચીધાણાજીરૂ
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. 1/2ચમચી સાજીના ફૂલ
  12. ૩ ચમચીતેલ
  13. આદુ મરચાની પેસ્ટ
  14. લીમડો,તલ,રાઈ,મેથી વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં બાજરાનો લોટ,ચણાનો લોટ અને ઘઉંનો લોટ મિક્સ કરો. ત્યારબાદ તેમાં ખમણેલી દુધી,મેથીની ભાજી અને ભાત ઉમેરો.

  2. 2

    પછી તેમાં હળદર,મરચું પાઉડર, ધાણાજીરુ,મીઠું અને સાજીના ફૂલ નાખી દૂધીના રસમાં લોટ બાંધી લો. લોટ બહુ કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં એવો બાંધો.

  3. 3

    પછી સ્ટીમરમાં થોડું પાણી મૂકી ગેસ પર ગરમ થવા મૂકો. પછી લોટમાંથી લુઆ લય મુઠીયા બનાવી સ્ટીમરમાં મૂકો. અને સ્ટીમર બંધ કરી પંદર-વીસ મિનિટ ચડવા દો. ચડી જાય પછી થોડા ઠંડા થવા દો.

  4. 4

    ઠંડા થઈ જાય એટલે તેના ચપ્પુ વડે નાના પીસ કરો. ત્યારબાદ એક લોયામાં તેલ મૂકો. તેલ થોડું ગરમ થઇ જાય એટલે તેમાં રાઈ, મેથી ના દાણા,આદુ મરચાની પેસ્ટ, સુકા મરચા,લીમડો,તલ અને હીંગ નાંખી વઘાર કરો. ઉપરથી થોડા ધાણા ભાજી અને મરચાં નાખો. તો તૈયાર છે દુધી ના મુઠીયા. સર્વિંગ પ્લેટ માં લઈ ધાણાભાજી થી ડેકોરેટ કરી સર્વ કરો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ila Pithadia
Ila Pithadia @cook_21827352
પર

Similar Recipes