મુઠીયા (Muthiya Recipe in Gujarati)

મૂઠિયાં એક ગુજરાતી વાનગી છે જે ચા સાથે નાસ્તામાં તથા જમવામાં ખવાય છે. મૂઠિયાં અનેક પ્રકારના બને છે. તેને તળીને કે બાફીને બનાવાય છે. ખાસ કરીને ગુજરાતી લોકોના મૂઠિયાં ખૂબ લોકપ્રિય છે. જમવામાં ખાવા માટેના મૂઠિયાં સામાન્ય રીતે મેથીની ભાજી કે દૂધીના બને છે, તો આપણા માટે એમાંથી ત્રણ પ્રકારના મુઠીયા બનાવ્યા છે જેથી મુઠીયા પ્લેટર નામ આપ્યું છે
#GA4
#week4
મુઠીયા (Muthiya Recipe in Gujarati)
મૂઠિયાં એક ગુજરાતી વાનગી છે જે ચા સાથે નાસ્તામાં તથા જમવામાં ખવાય છે. મૂઠિયાં અનેક પ્રકારના બને છે. તેને તળીને કે બાફીને બનાવાય છે. ખાસ કરીને ગુજરાતી લોકોના મૂઠિયાં ખૂબ લોકપ્રિય છે. જમવામાં ખાવા માટેના મૂઠિયાં સામાન્ય રીતે મેથીની ભાજી કે દૂધીના બને છે, તો આપણા માટે એમાંથી ત્રણ પ્રકારના મુઠીયા બનાવ્યા છે જેથી મુઠીયા પ્લેટર નામ આપ્યું છે
#GA4
#week4
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલ દુધી ખમણેલી માં મેથી સમારેલી જો હોય તો લીલી કોથમીર સમારેલી આદું-મરચાની પેસ્ટ મિક્સ કરો
- 2
હવે આ વેજિટેબલ્સ માં મસાલા કરો મસાલામાં સ્વાદ અનુસાર તમે ફેરફાર કરી શકો છો લાલ મરચું પાઉડર હળદર ધાણાજીરું ગરમ મસાલો લીંબુ ખાંડ અને મીઠું સારી રીતે મિક્સ કરો
- 3
ત્યારબાદ આ મિશ્રણ માં ચાર મોટા ચમચા જેટલું તેલ અને 1/2નાની ચમચી સાજીના ફૂલ મિક્સ કરો
- 4
હવે આ પેસ્ટ સારી રીતે મિક્સ થઇ ગયા બાદ તેમાં આપણે લોટ મિક્સ કરી શું હવે લોટમાં બાજરાનો લોટ ચણાનો લોટ અને ઘઉંનો લોટ મિક્સ કરો
- 5
હવે આ લોટને ધીમે ધીમે હળવા હાથે મિક્સ કરો જરૂર પડે તો જ પાણી લેવું અને હાથ વડે મુઠીયા વાળી વરાળમાં બાફેલા મૂકો
- 6
મુઠીયા મિક્સ કરતા પહેલા એક મોટા વાસણમાં કાઠું રાખી થોડું પાણી નાખી અંદર કાણાવાળી ચારણીમાં તેલ લગાવી રાખી દો
- 7
હવે આ ચારણીમાં હળવા હાથે મુઠીયા વાળી વરાળમાં બાફવા માટે કરવા મૂકી દો પંદરથી વીસ મિનિટ વરાળમાં બાફી લીધા બાદ મુઠીયા માં ચાકૂ ઘુસાડી ચેક કરો જો ચાકુ પૂરી રીતે સાફ આવે તો મુઠીયા સ્ટીમ થઈ ગયા છે
- 8
તો તૈયાર છે ગરમ ગરમ મુઠીયા આ મુઠીયાને પીસ કરી તેલ સાથે પણ સર્વ કરી શકાય છે સાથે લસણની ચટણી પણ થાય છે
- 9
આ ઉપરાંત આ મુઠીયા ને એક મોટા વાસણમાં તેલ ગરમ કરી બે મોટા ચમચા જેટલું અને તેમાં રાઈ-જીરું મીઠા લીમડાના પાન તલ લાલ મરચા સુકા અને હિંગનો વઘાર કરી મુઠીયા નાના નાના પીસ એડ કરીશ ખાંડ અને મસાલા જો જરૂર હોય તો નાખી અને સોતે કરીને પણ સર્વ કરી શકાય છે તો વઘારેલા મુઠીયા થશે
- 10
આ ઉપરાંત એક વાસણમાં તેલ મૂકી એક ચમચા જેટલું તેમાં રાઈ-જીરું હિંગ સૂકું લાલ મરચું અને થોડી ખાટી છાશ નો વઘાર કરી તેમાં હળદર લાલ મરચું ધાણાજીરું મીઠું જરાક ખાંડ જો જરૂર હોય તો મિક્સ કરી પાણી ઉકાળી તેમાં ગરમ ગરમ બાફેલા મૂઠિયાં એડ કરીશ તમે ખાટા છાશ વાળા મુઠીયા પણ બનાવી શકો છોઔ
- 11
તો આ વિશેષ ત્રણ રીતે તૈયાર થાય છે ટેસ્ટી અને હેલ્ધી મૂઠિયાં
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દુધીના મુઠીયા (Bottle gard muthiya recipe in Gujarati)
#CB2મુઠીયા અલગ અલગ રીતે બને છે. બાફીને, તળીને, મેથીના, પાલકના, દુધી ના મુઠીયા.. બધા ની રીત બનાવવાની અલગ અલગ છે.મે આજે multigrain atta મિક્સ દુધી ના મુઠીયા બનાવ્યા છે. Hetal Vithlani -
પંચરત્ન મુઠીયા (Panchratn muthiya in gujrati)
અમારા ગુજરાતમાં અનેક અનેક જાતનાં મુઠિયાં બનાવવામાં આવે છે. તો આજે મેં પણ એક નવી જ પ્રકારના મુઠીયા બનાવ્યા છે. જેમાં ઘઉંનો લોટ, ઘઉંનો જાડો લોટ, જુવારનો લોટ, રાગી નો લોટ, ચણાનો લોટ, મેથીની ભાજી, પાલક ની ભાજી- આ બધી જ વસ્તુઓનો ઉપયોગ કરી અને મુઠીયા બનાવ્યા છે. Khyati Joshi Trivedi -
-
-
મેથી મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati)
#GA4#Week2#Methi muthiyaઆ મુઠીયામાં મે લીલી મેથીનાં પાન સાથે કસૂરી મેથી પણ એડ કરી છે આમ, મેથીની ફ્લેવર ને કારણે વધારે સરસ લાગે છે. ગરમ અને ઠંડા બન્ને રીતે ખાઈ શકાય છે. આ મુઠીયા દહીં સાથે, તીખી મીઠી ચટણી સાથે અલબત્ત ચા સાથે પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. Jigna Vaghela -
ગોળ કેરી (Gol Keri Recipe In Gujarati)
ગુજરાતીમાં જો અથાણા ની વાત કરવામાં આવે તો ગોળ કેરી એક એવું અથાણું છે જે દરેક ગુજરાતીઓના ઘરમાં હોય જ હા એ છે કે દરેક ઘર પ્રમાણે ગોળ કેરી બનાવવાની રીત જુદી-જુદી હોય છે પણ અથાણાનો આગવો મહિમા હોય છે અહીં અમારા ઘરમાં બનતી ગોળ કેરી ની રીત આવી રીતે વ્યક્ત કરી છે જે અમે બાર મહિના સુધી સાચવીએ છીએ અને ટેસ્ટ નો આનંદ માણીએ છીએ#EB#week2#cookwellchef Nidhi Jay Vinda -
મુઠીયા ઢોકળા(muthiya recipe in gujarati)
# ગુજરાતી મુઠીયા ઢોકળા#અહીં મેં મેથી ના મિક્સ ઘઉં નો ઝીણો લોટ ઘઉંનો જાડો લોટ ચણાનો લોટ બાજરાના લોટના મિક્સ ઢોકળા બનાવેલ છે Megha Bhupta -
દૂધીના રસિયા મુઠીયા (Dudhi na Rasiya muthiya recipe in Gujarati) (Jain)
#CB2#week2#dudhi#bottlegourd#muthiya#cookpadindia#cookpadgujrati ગુજરાતી ઘરોમાં મુખ્ય તો અવારનવાર બનતા જ હોય છે અલગ-અલગ સામગ્રીથી અલગ-અલગ પ્રકારના મુઠીયા બધાના ઘરે બનતા હોય છે આમ તો મોટાભાગે બાફેલા કે વઘારેલા મુખ્ય બધાના ઘરે બનતા હોય છે પરંતુ ક્યારેક રસાવાળા મુઠીયા પણ બનતા હોય છે. વઘારેલા મુઠીયા એ ગુજરાતી થાળીમાં ફરસાણમાં એક અગત્યનું સ્થાન ધરાવે છે. અહીં મે દુધી નાં રસાવાળા ખાટા-મીઠા મુઠીયા બનાવ્યા છે, જેમાં મલ્ટીગ્રેઇન નો લોટનો ઉપયોગ કર્યો છે. Shweta Shah -
દૂધીના હેલ્થી રસિયા મુઠીયા(rasiya muthiya recipe in gujarati)
#વેસ્ટ#ગુજરાત ગુજરાતમાં ઘણી અલગ અલગ જાતની વાનગીઓ બનાવવામાં આવે છે.. જેમાં દૂધીના રસિયા મુઠીયા પણ એક પ્રચલિત અને લોક ખાણું તરીકે ઓળખવામાં આવે છે.. જેને અલગ-અલગ ત્રણ રીતે ખાઇ શકાય છે.. પહેલી રીત- માં આ મુઠીયાને તેલ અને લસણની ચટણી સાથે ખાઈ શકાય છે.. બીજી રીત -માં આ મુઠીયાને તેલનો વઘાર કરી રાઈ, જીરું, હિંગ, તમાલપત્ર, સૂકું લાલ મરચું, લીમડાના પાન અને હિંગ નાખી વઘાર કરીને ઉપર તલ અને ટોપરાનું ખમણ ઉમેરી ખાઈ શકાય છે.. ત્રીજી રીત- મા આ મુઠીયાને તેલનો વઘાર કરી તેમાં છાશ ઉમેરી ને ગરમા ગરમ રસિયા મુઠીયા ખાઈ શકાય છે... તો આજે આપણે આ ત્રણમાંથી ત્રીજી રીતે બનાવેલા દૂધીના હેલ્થી રસિયા મુઠીયા ને અનુસરશુ..... દુધી આપણા મગજને ઠંડક આપે છે.. અને આ રેસિપીમાં મે ઘઉંનો લોટ, જુવારનો લોટ ચણાનો લોટ, ઉમેરીને થોડા હેલ્થી બનાવ્યા છે.. ખુબ સરસ થયા છે..... તો ચાલો જોઈએ તેની રેસિપી... આશા રાખું તમે પણ ટ્રાય કરશો....... Khyati Joshi Trivedi -
દુધી ના મુઠીયા (Dudhi Muthiya recipe in Gujarati) (Jain)
#GA4#WEEK21#DUDHI#COOKPADGUJRATI#COOKPADINDIA મુઠીયા એ ગુજરાતી ઘરમાં બનતું એક ફરસાણ છે આ ફરસાણ વર્ષો થી બધાને ઘરે બનાતું આવે છે. જે ખૂબ જ ઓછી સામગ્રી થી અને ફટાફટ તૈયાર થઇ જાય છે. Shweta Shah -
ગુંદાનું અથાણું (gunda athanu recipe in Gujarati)
અથાણાં અલગ અલગ પ્રકારના બનાવાય છે. એમાંય ગુંદાનું અથાણું હોય તો પૂછવું જ શું? ગુંદાનું અથાણુંખૂબ જ ટેસ્ટી લાગે છે.#EB Vibha Mahendra Champaneri -
મુઠીયા (Muthia Recipe In Gujarati)
#ChooseToCook મુઠીયા ઢોકળાથોડી ખીચડી અને થોડા ભાત વધેલા પડ્યા હતા તો મેં એમાં થોડું વેરીએશન કરી અને મુઠીયા ઢોકળા બનાવી લીધા મુઠીયા ઢોકળામાં જેમ ભાત ખીચડી કે કોઈપણ વેજીટેબલ વધારે પ્રમાણમાં નાખીને બનાવવામાં આવે તો મુઠીયા એકદમ સોફ્ટ અને ટેસ્ટી બને છે Sonal Modha -
પાલકના મુઠીયા (Palak Muthiya Recipe In Gujarati)
પાલકના મુઠીયા હેલ્થી અને સ્વાસ્થ્યવર્ધક છે વળી ગુજરાતીની ફેમસ વાનગી છે#GA4#Week4#ગુજરાતી Rajni Sanghavi -
-
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#MBR4#Week4# દુધીના મુઠીયા#Cookpad સાંજના જમણમાં દૂધીના મુઠીયા બહુ સરસ લાગે છે. અથવા નાસ્તા પણ મુઠીયા સારા લાગે છે. આજે મેં દૂધીના મુઠીયા બનાવ્યા છે. Jyoti Shah -
વધેલા ભાતના રસિયા મુઠીયા (Left Over Rice Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6વધેલા ભાત કે ખીચડી માંથી બનાવેલા રસિયા મુઠીયા એકદમ રસથી ભરપૂર, ટેસ્ટી અને ચટપટા લાગે છે. Hetal Siddhpura -
કોળું ના મુઠીયા (Pumpkin Muthiya recipe in Gujarati)
#week 21 #goldenapron3 #Pumpkin#સ્નેક્સ#Post1ગુજરાતી ના સ્નેક્સ માં ઓલ ટાઈમ ફેવરિટ મુઠીયા બનાવેલ છે. પણ ગુજરાતી ડીશ માં ખૂબ જ ઓછો ઉપયોગ થતો કોળાના શાકનો ઉપયોગ કરીને આજે મુઠીયા બનાવ્યા છે જે ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ છે. Bansi Kotecha -
બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#Week 2.#cookpadગુજરાતી લોકો ના ખોરાકમાં ખાસ કરીને ભાખરી સાંજે જમવામાં બનાવવામાં આવે છે. અને સવારે નાસ્તામાં પણ બનાવે છે. અને કોઈ લોકો સાંજની બનાવેલી સવારના નાસ્તામાં ખાય છે. જે એકદમ હેલ્ધી ખોરાક છે. Jyoti Shah -
કોબીજના મુઠીયા(Cabbage muthiya Recipe in Gujarati)
આજે મેં કોબીજના મુઠીયા બનાયા છે જેમાં મેં મકાઈનો લોટ અને ઘઉંનો લોટ બંને નો ઉપયોગ કર્યો છે જેનાથી મુઠીયા ખુબ જ સરસ બન્યા છે અને જો તમે ખાલી મકાઈના લોટનો ઉપયોગ કરશો તો પણ મુઠીયા ખુબ જ સરસ બનશે .#GA4# Week14# cabbageMona Acharya
-
બાજરાની ઢેબરી (Bajra Dhebri Recipe In Gujarati)
આ ટ્રેડિશનલ રેસીપી છે જે બાજરા ના લોટ માંથી બને છે પરંતુ ખુબ ટેસ્ટી બને છે Nidhi Jay Vinda -
મુઠીયા(Muthiya Recipe in Gujarati)
#GA4#Week2અહીં મેં પાલક અને મેથીની ભાજી અને ત્રણ જાતના લોટ મિક્સ કરીને મુઠીયા બનાવ્યા છે તે ખૂબ હેલ્દી છે. Neha Suthar -
દૂધીના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
#india2020#વેસ્ટઅમે વધારે પડતા મેથીના મુઠીયા બનાવીએ છે પણ અત્યારે મેથી મળવી મુશ્કેલ હોવાથી દુધી ના મુઠીયા બનાવવા ની ટ્રાય કરી છે પણ ખરેખર ખુબ સરસ બન્યા છે તમે પણ ટ્રાય કરજો Davda Bhavana -
મેથીના મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati)
#GA4#Week8મારા સાસરામાં માં શિયાળામાં આ વાનગી ખૂબ જ બનાવે.એ બહાને મેથી પણ બાળકોના જમવામાં સામિલ થાય.અને મોટી ઉંમરના લોકો તો તેલ સાથે બાફેલા ગરમા ગરમ મુઠીયા ની મોજ માણે. બાળકો સોસ સાથે હોંશે હોંશે ખાય Davda Bhavana -
મેથીના રસિયા મુઠીયા (Methi Rasiya Muthiya Recipe in Gujarati)
#GA4#week19#methiમેથીની ભાજી ની સિઝન આવે તો અઠવાડિયામાં એકવાર મુઠીયા નુ શાક અમારા ઘરમાં બને છે રોટલી પરાઠા સાથે ખુબ જ સરસ લાગે છે એકલા પણ ખાઈ શકો છો Nipa Shah -
મલ્ટી ગ્રેઇન હરિયાળી થેપલા (Multigrain Hariyali Thepla Recipe In Gujarati)
થેપલા તો આપણા ગુજરાતીઓની શાન છે તે ગમે ત્યારે આપણે લઈ શકીએ નાસ્તામાં પણ સર્વ કરી શકાય છે અને રાત્રે ડિનરમાં પણ સરસ લાગતા હોય છે અહીં મેં થેપલા એક હેલ્ધી વર્ઝન બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે Nidhi Jay Vinda -
દૂધીના મુઠીયા (Dudhi Muthiya Recipe in Gujarati)
મુઠીયા ઘણા બધા પ્રકારના બનાવવામાં આવે છે. જેમકે - જુદી જુદી ભાજીના,મિક્સ વેજીટેબલના,વધેલા ભાતના તેમજ દૂધીના - દૂધીના મુઠીયા લગભગ દરેક ના ઘરમાં બનાવાતા હશે. સવારના હેવી નાસ્તામાં અથવા સાંજના લાઈટ ડિનરમાં બનાવવામાં આવતા હોય છે.#GA4#Week21 Vibha Mahendra Champaneri -
મેથી ના મુઠીયા(Methi muthiya recipe in Gujarati)
#ga4#week2બધા ગુજરાતીના ઘર નું રાત નું મનપસંદ ભાણુ મુઠીયા. Shruti Hinsu Chaniyara -
મુઠીયા(Muthiya Recipe in Gujarati)
અહીં મેં રસિયા મુઠીયા બનાવ્યા છે.જેમાં દાદીમાને ખૂબ જ પ્રિય હતા#GA4#week12#post 9#Besan Devi Amlani -
કારેલા મુઠીયા નુ શાક (Karela Muthiya Shak Recipe In Gujarati)
મારા ઘરે જ્યારે પણ કારેલાનું શાક બને ત્યારે આ રીતે કારેલા મુઠીયા નુ શાક બને છે. Priti Shah -
મેથી મુઠીયા (Methi muthiya recipe in Gujarati)
શિયાળા દરમિયાન બનાવવામાં આવતા મેથી મુઠીયા ગુજરાતી લોકો માં ખૂબ જ લોકપ્રિય છે. તળીને બનાવવામાં આવતા આ મેથી મુઠીયાને નાસ્તા તરીકે ચા કે કોફી સાથે પીરસવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ મુઠીયા ને ઊંધિયામાં અથવા તો દાણા મુઠીયાના શાકમાં પણ વાપરી શકાય.#US#cookpadindia#cookpad_gu spicequeen
More Recipes
ટિપ્પણીઓ