જોધપુરી પ્યાઝ કી કચોરી(jodhpuri payz Kachori Recipe in Gujarati)

Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
Rajkot

#માઇઇબુક #પોસ્ટ_14 #વિકમીલ3 #ફ્રાઇડ

રાજસ્થાની જોધપુરી કચોરી પ્રખ્યાત છે. જે મેંદા થી બનતી હોય છે... પરંતુ તમે ઘઉંનો લોટ અથવા મેંદો કે ઘઉંનો લોટ બંને સાથે સરખા ભાગે લઇને પણ બનાવી શકો છો... આ કચોરી મા જો માપ નુ ધ્યાન રાખો તો બહાર જેવી જ એકદમ ખસ્તા કચોરી આસાનીથી બનાવી શકાય છે.

જોધપુરી પ્યાઝ કી કચોરી(jodhpuri payz Kachori Recipe in Gujarati)

#માઇઇબુક #પોસ્ટ_14 #વિકમીલ3 #ફ્રાઇડ

રાજસ્થાની જોધપુરી કચોરી પ્રખ્યાત છે. જે મેંદા થી બનતી હોય છે... પરંતુ તમે ઘઉંનો લોટ અથવા મેંદો કે ઘઉંનો લોટ બંને સાથે સરખા ભાગે લઇને પણ બનાવી શકો છો... આ કચોરી મા જો માપ નુ ધ્યાન રાખો તો બહાર જેવી જ એકદમ ખસ્તા કચોરી આસાનીથી બનાવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
3વ્યક્તિ
  1. 2 કપમેંદો
  2. 1/4 કપતેલ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. પાણી જરૂર મુજબ
  5. 1/4 ચમચીઅજમો
  6. 1 મોટી ચમચીઆખા ધાણા
  7. 1 મોટી ચમચીવરીયાળી
  8. 1 મોટી ચમચીજીરું
  9. 1/2 ચમચીકશ્મીર લાલ મરચું પાઉડર
  10. 1/4 ચમચીહળદર
  11. 1/2 ચમચીઆમચૂર પાઉડર
  12. 1 નાની ચમચીખાંડ
  13. 2 મોટી ચમચીતેલ
  14. 1 ચમચીખમણેલું આદુ
  15. 1 ચમચીલીલુ ઝીણું સમારેલુ મરચું
  16. 4-5 નંગડુંગળી
  17. 2 નંગબાફેલા બટાકા
  18. 2 મોટી ચમચીબેસન

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    લોટ, મીઠું, અજમો અને તેલ ઉમેરી સરસ મીક્સ કરી લો અને પાણી થી થોડો ઢીલો લોટ બાંધવો અને 20 મીનીટ સુધી ઢાંકી ને મુકી દો.

  2. 2

    ધાણા,જીરું, વરીયાળી મીકસી જાર મા અધકચરું પીસી લો. કઢાઈ મા તેલ ગરમ કરી તેમાં પીસેલો મસાલો ઉમેરી સરસ સાતળી લો. મસાલો સતળાઇ જાય એટલે બેસન ઉમેરી તેલ છુટે ત્યાં સુધી સતત હલાવતા રહો અને સાતળી લો.

  3. 3

    બેસન સતળાઇ જાય એટલે સમારેલી જીણી ડુંગળી, આદુ, મરચું ઉમેરી મીક્સ કરી લો. બાફેલા બટાકા મેશ કરી ઉમેરી દો. મીઠું, મરચું પાઉડર, આમચૂર પાઉડર, ખાંડ, હળદર ઉમેરી સરસ મીક્સ કરી લો. એક મીનીટ પકાવી લો. આ મીશ્રણ ઠંડું પડવા દો.

  4. 4

    મીશ્રણ ઠંડું પડે એટલે નાના ગોળ બનાવી લો.

  5. 5

    લોટ માથી પણ ગોળ બનાવી હાથથી થેપી વચ્ચે સ્ટફીગ મુકી સરસ પેક કરી દો. અને હળવા હાથે દબાવી દો.

  6. 6

    મીડીયમ ગરમ તેલ મા ધીમે તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લો.

  7. 7

    ગરમાગરમ કચોરી પીરસો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
પર
Rajkot

Similar Recipes