મેથી ગાર્લિક પુડલા(Methi Garlic Pudala recipe in Gujarati)

Sonal Karia
Sonal Karia @Sonal

દરરોજનો એ જ સવાલ કે રાત્રે જમવામાં શું બનાવવુ ? અને મને તો કંઈક નવું પણ જોઈએ. અને ઝડપથી બની જાય એવું પણ, તો આજે મેં ટ્રાય કર્યા છે મેથી ગાર્લિક પુડલા... બહુ ઓછી વસ્તુઓ વાપરીને અને ફટાફટ બની જતા આ પુડલા બહુ સરસ બન્યા છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપચણાનો લોટ, ચાળીને લેવો
  2. 1/3 કપમેથી ની ભાજી, સમારી ધોઈ ને લેવી
  3. 1 ચમચીલસણની ચટણી
  4. 1/6 ચમચીહળદર
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. પાણી જરૂર મુજબ
  7. તેલ શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક મોટા બાઉલમાં ચણાનો લોટ, મેથીની ભાજી,હળદર,મીઠું, લસણની ચટણી અને જરૂર મુજબ પાણી ઉમેરતા જઈ ભજીયા થી થોડું ઢીલું એવું બેટર બનાવવું.

  2. 2

    હવે લોખંડની તવીને ગેસ ઉપર તપવા મૂકવી. તપી જાય એટલે બેટરમાંથી ચમચાથી બેટર લઈ તવીમાં નાખી,ચમચાથી જ મોટો પુડલો પાથરવો. ફરતું થોડું તેલ નાખો અને થોડું ઉપર પણ.

  3. 3

    એક સાઇડ ચડી જાય એટલે તેને ફેરવી દેવું. બીજી સાઈડ ચડી જાય એટલે ઉતારીને ગરમાગરમ સર્વ કરવું... આ રીતે ગરમ ગરમ ઉતારીને લીલી ચટણી, ટોમેટો કેચપ અને દહીં સાથે સર્વ કરો.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Karia
Sonal Karia @Sonal
પર
alag alag rasoi banavavi, khavadavavi n khavi pan bahu j game
વધુ વાંચો

Similar Recipes