મેથી થેપલા (Methi thepla recipe in gujarati)

Shraddha Patel
Shraddha Patel @cookwithshraddha

#સુપરશેફ2
#પોસ્ટ2
#માઇઇબુક
#પોસ્ટ25
મેથી થેપલા એક પ્રખ્યાત ગુજરાતી વાનગી છે. જે તમે સવારે નાસ્તા થી માંડી ને ફરવા સમયે પણ સાથે લઈ જઈ શકો.

મેથી થેપલા (Methi thepla recipe in gujarati)

#સુપરશેફ2
#પોસ્ટ2
#માઇઇબુક
#પોસ્ટ25
મેથી થેપલા એક પ્રખ્યાત ગુજરાતી વાનગી છે. જે તમે સવારે નાસ્તા થી માંડી ને ફરવા સમયે પણ સાથે લઈ જઈ શકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 લોકો
  1. 1 કપઘઉં નો લોટ
  2. 3/4 કપબારીક સમારેલ મેથી
  3. 1 ટીસ્પૂનલસણ ની પેસ્ટ
  4. સ્વાદ પ્રમાણેમીઠું
  5. 3 ટીસ્પૂનતેલ મોણ માટે
  6. 1 ટીસ્પૂનધાણજીરું
  7. 1 ટીસ્પૂનલાલ મરચુ પાઉડર
  8. 1/2 ટીસ્પૂનહળદર
  9. જરૂર મુજબ પાણી
  10. 3-4 ટેબલસ્પૂનતેલ શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કથરોટ માં ઘઉં નો લોટ લઈ લો. હવે તેમાં સમારેલી મેથી, લસણ ની પેસ્ટ, મીઠું, હળદર, લાલ મરચુ પાઉડર, ધાણાજીરું અને તેલ ઉમેરો.

  2. 2

    બધુ બરાબર મિક્સ કરી લો. હવે જરૂર મુજબ પાણી ઉમેરી ને નરમ કણક બાંધો. 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી ને કણક ને મસળી લો. હવે ઢાંકી ને 10 મિનિટ રાખો.

  3. 3

    ત્યારબાદ કણક માંથી લુઆ પાડી લો. હવે લુઆ ને કોરા લોટ માં રગદોળી ને ગોળ થેપલા વણી લો.

  4. 4

    લોઢી પર ધીમા તાપે થેપલા ને બંને બાજુ તેલ લગાવી ને ગોલ્ડન થાય એવા શેકી લો.

  5. 5

    આવી રીતે બધા થેપલા વણી ને શેકી લો.

  6. 6

    તૈયાર છે ગરમ ગરમ મેથી થેપલા. ચા અથવા સૂકી ભાજી સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shraddha Patel
Shraddha Patel @cookwithshraddha
પર

ટિપ્પણીઓ (7)

Similar Recipes