ત્રિરંગી સેન્ડવીચ ઢોકળાં (Sandwich Dhokla recipe in Gujarati)

Suchi Shah
Suchi Shah @SuchiShah13
USA

અલગ અલગ ઢોકળાં અમારા ફેમિલી નું સૌથી વધું ફેવરેટ ફુડ છે. ઢોકળા સ્ટીમ થયેલા હોય એટલે તેલ પણ ઓછું જાય અને ટેસ્ટ માં તો સરસ હોય જ!! સેન્ડવીચ ઢોકળાં મારા શૌથી વધારે ફેવરેટ છે; આ અને ટેસ્ટી નાસ્તો બની પણ જલદી જાય છે. 😊આજે મેં ત્રિરંગી સેન્ડવીચ ઢોકળાં બનાવ્યાં છે.આ ટેસ્ટ માં તો બહું સરસ થયા છે.... અને એકદમ સરસ રુ જેવા પોચા... 😀 આ માં બીજી એક સારી વસ્તુ એ કે ચટણી અંદરજ હોય એટલે બીજા કશા ની જોડે જરુર જ નહીં...
ઘરમાં તો બધા ને બહુ જ ભાવ્યાં...😋😋

તમે જ જોઈ ને કહો કે કેવા બન્યા છે?

તમે પણ જરુર થી બનાવજો; અને કેજો કે કેવાં લાગ્યાં!!

😋😋😍😊🤤

#સ્ટીમ
#વિકમીલ૩
#માઇઇબુક
#cookpad
#cookpadgujarati
#cookpadindia

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મીનીટ
૨-૩
  1. ૧ કપઈડલીનું ખીરું
  2. મીઠું
  3. ૨-૩ ચમચી પાણી
  4. ૧/૨ ચમચીસફેદ ઈનો
  5. ***********************************
  6. ૪ ચમચીકોથમીર, આદું મરચાં ની તીખી ચટણી
  7. ૪ ચમચીઈડલીનું ખીરું
  8. મીઠું
  9. 1/4 ચમચીઇનો
  10. ૧ ચમચીપાણી
  11. ************************************
  12. ૧ કપબેસન
  13. ૧/૨ ચમચીઇનો
  14. પાણી
  15. મીઠું
  16. ૧ ચમચીલીબું નો રસ
  17. ૧ ચમચીખાંડ
  18. ***********************************
  19. ઝીણી રાઈ
  20. લીલા મરચાં
  21. ૩ ચમચીતેલ
  22. ચપટીહીંગ
  23. સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૪૫ મીનીટ
  1. 1

    બેસન માં મીઠું, લીબું નો રસ, ખાંડ થોડું પાણી નાંખી જાડું ખીરું તૈયાર કરો.

  2. 2

    જે વાસણ માં ઢોકળા કરવાનાં છે, તેમાં પાણી મુકી ગેસ ચાલું કરો. સ્ટેનડ મુકી ઊંડી થાળી કે પેન મુકો. થાળી ને તેલ લગાવી લો.

  3. 3

    હવે, બેસના તૈયાર કરેલા મિક્ષ માં ઈનો ઉમેરી સરસ ફટાફટ હલાવી ગેસ પર મુકેલી ઊંડી થાળી માં પાથરી દે. ઢાંકણ ઢાંકી ૧૦ મિનીટ ચડવા દો.

  4. 4

    એ ૧૦ મીનીટ નાં સમય માં, કોથમીર ની ચટણી માં ઈડલીનું ખીરું, પાણી અને મીઠું ઉમેરી સરસ હલાવી લો. બેસનના ઢોકળાં ની ૧૦ મિનીટ થવા આવે એટલે એ ચટણી માં મિક્ષ માં ઇનો ઉમેરી હલાવી પેલા બેસન નાં ઢોકળાં ના મિક્ષ પર બધી બાજું સરસ રીતે પાથરી દો. ઢાંકણ ઢાંકી ૧૦ મિનીટ ચડવા દો.

  5. 5

    હવે, એ ૧૦ મીનીટ નાં સમય માં ઈડલી ના ખીરા માં મીંઠું અને પાણી નાંખી સરખું મિક્ષ કરો. ખીરું જાડું જ રાખવાનું છે. પતલું ના થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું. પછી ઈનો ઉમેરી હલાવી, ચટણી વાળા ઢોકળાં પર ચારેબાજું સરસ પાથરી લો. ઢાંકણ બંધ કરી ૧૨ થી ૧૩ મિનીટ ચડવા દો. પછી ઢાંકણ ખોલી ટુથપીક નાંખી ચેક કરી લો કે બરાબર ચડી ગયા છે કે નહી. ૧૦ મિનીટ વિસમવા દો.

  6. 6

    એ ૧૦ મિનીટ માં વઘાર તૈયાર કરી લો. વઘારીયા માં તેલ ગરમ કરો, ગરમ થાય એટલે રાઈ ઉમેરો. રાઈ તતડે એટલે હીંગ અને લીલા મોટાં સમારેલા લીલા મરચાં નાંખો.

  7. 7

    ઢોકળા ને બીજી એક પ્લેટ માં અપ સાઈડ ડાઉન કરી કાઢી લો.

  8. 8

    હવે, વઘાર ને સરસ હલાવી બનાવેલા ઢોકળા પર સરખી રીતે ની મદદ થી વઘાર પાથરી દો. ઢોકળા નાં પીસ કરી પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Suchi Shah
Suchi Shah @SuchiShah13
પર
USA

Similar Recipes