બ્રેડ પકોડા

Falguni Nagadiya
Falguni Nagadiya @cook_19663464

#સુપરશેફ૩
#વિક૩
#મોન્સૂન સ્પેશ્યલ
હેલો, ફ્રેન્ડ્સ આજે મેં બ્રેડ પકોડા બનાવ્યા છે. જેમાં મેં બટેટાના મસાલાનું સ્ટફિંગ કર્યું છે. ચોમાસામાં તળેલું અને તીખું ખાવાની ખૂબ જ મજા આવે છે અને એમાં જો ઝરમર વરસાદ આવતો હોય તો ખાવાની ખૂબ જ મજા આવી જાય. તો મોન્સુન સ્પેશિયલ આજે હું બ્રેડ પકોડા ની રેસીપી તમારી સાથે શેર કરું છું.

બ્રેડ પકોડા

#સુપરશેફ૩
#વિક૩
#મોન્સૂન સ્પેશ્યલ
હેલો, ફ્રેન્ડ્સ આજે મેં બ્રેડ પકોડા બનાવ્યા છે. જેમાં મેં બટેટાના મસાલાનું સ્ટફિંગ કર્યું છે. ચોમાસામાં તળેલું અને તીખું ખાવાની ખૂબ જ મજા આવે છે અને એમાં જો ઝરમર વરસાદ આવતો હોય તો ખાવાની ખૂબ જ મજા આવી જાય. તો મોન્સુન સ્પેશિયલ આજે હું બ્રેડ પકોડા ની રેસીપી તમારી સાથે શેર કરું છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૪ વ્યક્તિને
  1. ‌1 પેકેટ બ્રેડ
  2. 500 ગ્રામબાફેલા બટેટાનો માવો
  3. 250 ગ્રામચણાનો લોટ
  4. 2 ચમચીઆદુ -મરચાં,લસણ અને ફુદીનાની પેસ્ટ
  5. 1 ચમચીગરમ મસાલો
  6. 1 નંગલીંબુ
  7. 1/2 ચમચીધાણાજીરૂ
  8. 1/4 ચમચીહળદર
  9. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  10. 1 ચમચીખાંડ
  11. મીઠું સ્વાદનુસાર
  12. પાણી જરૂર મુજબ
  13. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ લઇ તેમાં મીઠું અને જરૂર મુજબ પાણી નાખી બેટર તૈયાર કરો.

  2. 2

    હવે એક પ્લેટમાં બટેટાનો માવો લઈ તેમાં ગરમ મસાલો, આદુ -મરચાં, લસણ અને ફુદીના ની પેસ્ટ, લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરૂ, લીંબુનો રસ અને મીઠું નાખી બધું બરાબર મિક્ષ કરી લો.

  3. 3

    એક નંગ બ્રેડ લઈ તેમાં તૈયાર કરેલા બટેટાનો માવો લગાવી તેની ઉપર બીજી બ્રેડ મૂકી વચ્ચેથી કટ કરી લો.

  4. 4

    એક કઢાઈમાં તેલ ગરમ મૂકી તૈયાર કરેલી બ્રેડની સ્લાઈસને ચણાના લોટના બેટરમાં ડીપ કરી બદામી રંગની તળી લો.

  5. 5

    હવે એક સર્વિંગ પ્લેટમાં કાઢી ટોમેટો કેચપ સાથે સર્વ કરો તો તૈયાર છે બ્રેડ પકોડા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Falguni Nagadiya
Falguni Nagadiya @cook_19663464
પર

ટિપ્પણીઓ

Similar Recipes