પાત્રા (patra  in gujarati recipe)

Dharmista Anand
Dharmista Anand @Dharmista
Ahmedabad

#સુપરસેફ3
વરસાદ પડે એટલે કઈ ચટપટું તીખું ખાવાનું મન થાય. પાત્રા માં લોટ ચોપડવાની અને બીડું વાળવાની ઝંઝટ વગર ઝીણા સમારી લોટ અને મસાલા મિક્સ કરી બાફી,સેલો ફ્રાય કરી ને બનાવ્યા છે જે સેલો ફ્રાય કરવાથી ક્રિસ્પી બને છે..

પાત્રા (patra  in gujarati recipe)

#સુપરસેફ3
વરસાદ પડે એટલે કઈ ચટપટું તીખું ખાવાનું મન થાય. પાત્રા માં લોટ ચોપડવાની અને બીડું વાળવાની ઝંઝટ વગર ઝીણા સમારી લોટ અને મસાલા મિક્સ કરી બાફી,સેલો ફ્રાય કરી ને બનાવ્યા છે જે સેલો ફ્રાય કરવાથી ક્રિસ્પી બને છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 સર્વિંગ્સ
  1. 200 ગ્રામઅળવી ના પાન
  2. 100 ગ્રામચણા નોં લોટ
  3. 50 ગ્રામઢોકળા નોં લોટ
  4. 50 ગ્રામજવ નો લોટ
  5. 1તો ચમચી લસણ ની પેસ્ટ
  6. 1 ટી સ્પૂનલીલા મરચા ની પેસ્ટ
  7. 1 ટી સ્પૂનમીઠું
  8. 1ટી સપુન લાલ મરચું
  9. 1 ટી સ્પૂનગરમ મસાલો
  10. 1/4 ટી સ્પૂનહળદર
  11. 1/4 ટી સ્પૂનખાંડ
  12. 1 ટી સ્પૂનલીંબુ નો રસ
  13. 1/4 ટી સ્પૂનઅજમો
  14. 1/4 ટી સ્પૂનહિંગ
  15. 1/4ગરમ મસાલો
  16. તેલ સેલો ફ્રાય માટે
  17. 1/4 ટી સ્પૂનસોડા

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    .
    અળવી ના પાન ને ધોઈ કોરા કરી નસો કાપી,બારીક સમારી લેવા....
    એક બાઉલ માં 100 ગ્રામ ચણા નો લોટ,50 ગ્રામ ઢોકળાનો લોટ,50 ગ્રામ જવ નો લોટ લઈ તેમાં 1 ચમચી મીઠું,1 ચમચી લાલ મરચું, 1/4 ચમચી હળદર,1/4 ચમચી ગરમ મસાલો,1 ચમચી લસણની પેસ્ટ,2લીલા મરચા ની પેસ્ટ,ઝીણી કોથમીર,1લીંબુ નો રસ 1/2 ચમચી અજમો અને 1/4 ચમચી હિંગ એડ કરી સમારેલા અળવીના પાન નાખી ખીરું તૈયાર કરો.

  2. 2

    હવે ખીરા માં 1/4 ટી ચમચી સોડા નાખી હલાવી ગ્રીસ કરેલી થાળી માં પાથરી 30 મિનિટ સ્ટીમ કરી લો...

  3. 3

    💐પાત્રા સ્ટીમ થઈ જાય પછી કુકી કટર થી કટ કરી સેલો ફ્રાય કરી ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dharmista Anand
Dharmista Anand @Dharmista
પર
Ahmedabad

Similar Recipes