ક્રિસ્પી પાત્રા (Crispy Patra recipe in Gujarati)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#વેસ્ટ
#પોસ્ટ2
સ્વાદ થી ભરપૂર પાત્રા એ ગુજરાત નું જાણીતું ફરસાણ છે અને મહારાષ્ટ્ર માં તે આલુ વડી ના નામ થી પ્રખ્યાત છે. અળવી ના પાન અને ચણા ના લોટ થી બનતા પાત્રા ને પેહલા વરાળ થી બફાય છે અને પછી તેને વધારી અથવા તળી ને ખાઈ શકાય છે અને ગોળ આંબલી ના રસા વાળા રસપાત્રા પણ બનાવી શકાય છે.
આજે મેં પાત્રા ને તળી ને ક્રિસ્પી બનાવ્યા છે. મને તો પાત્રા બાફેલા તથા તળેલા બહુ જ ભાવે. તમને કેવા ભાવે?
પાત્રા ને કાળી ,કથ્થઈ દાંડી વાળા લેવા જોઈએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મિનિટ
4 વ્યક્તિ
  1. 4-6અળવી ના પાન
  2. 2 કપચણા નો લોટ
  3. 2ચમચા લાલ મરચું
  4. 1 ચમચીહળદર
  5. 1/4 ચમચીહિંગ
  6. 1/2 કપખમણેલું ગોળ
  7. 1/4 કપઆંબલી નું પાણી
  8. 1/2 ચમચીકુકિંગ સોડા
  9. 1 ચમચીગરમ મસાલો
  10. મીઠું સ્વાદાનુસાર
  11. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    ગોળ ને આંબલી ના પાણી માં ભેળવી ઓગાળી લો. ચણા ના લોટ માં બધા મસાલા નાખી, ગોળ આંબલી ના પાણી થી,જાડું ખીરું તૈયાર કરો. જરૂર પડે તો પાણી ઉમેરવું.

  2. 2

    પાન ને ધોઈ, સાફ કરી, તેની દાંડી, તથા વચ્ચે ની અને ઉપર ની જાડી નસ ને છરી થી કાપી લો અને વેલણ થી હલકા હાથ થી વણી લો.

  3. 3

    હવે પાન પર તૈયાર કરેલું લોટ નું મિશ્રણ ફેલાવો અને ઉપર બીજું પાન મૂકી ફરી મિશ્રણ લગાવો.આવી રીતે 3-4 પાન માં કરો. મોટે થી નાના પણ ગોઠવવા. બહુ મોટા પણ હોઈ તો વચ્ચે થી કાપી ને અડધા કરી ને પણ વાપરી શકાય.

  4. 4

    પછી એક કિનારી થી શરૂ કરી, રોલ કરવાનું ચાલુ કરો અને ફિટ રોલ કરો. બધા રોલ તૈયાર કરી,વરાળ માં 25 મિનિટ જેવા અથવા ચડી જાય ત્યાં સુધી, મધ્યમ તાપ પર ચડવા દો.

  5. 5

    ઠંડા થાય એટલે તેની સ્લાઈસ કરી લો.

  6. 6

    તેલ ગરમ મૂકી, મધ્યમ તાપ પર ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.

  7. 7

    ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

Similar Recipes