શાહી પાત્રા (shahi patra Recipe in gujarati)

Krishna Hiral Bodar
Krishna Hiral Bodar @cook_22735245
Surat

#સુપરશેફ2
#માઇઇબુક
#પોસ્ટ21
આ સીઝન મા અળવી ના પાન સરળતા થી મળી જાય છે.પાત્રા એ ગુજરાત નુ ફેમસ ફરસાણ છે જે નાના મોટા સૌને ભાવે છે મેં અહીં અલગ અલગ 4 પ્રકાર ના લોટ નો ઉપયોગ કરી ને પાત્રા બનાવાયા છે

શાહી પાત્રા (shahi patra Recipe in gujarati)

#સુપરશેફ2
#માઇઇબુક
#પોસ્ટ21
આ સીઝન મા અળવી ના પાન સરળતા થી મળી જાય છે.પાત્રા એ ગુજરાત નુ ફેમસ ફરસાણ છે જે નાના મોટા સૌને ભાવે છે મેં અહીં અલગ અલગ 4 પ્રકાર ના લોટ નો ઉપયોગ કરી ને પાત્રા બનાવાયા છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 9અળવી ના પાન
  2. 250 ગ્રામબેસન
  3. 50 ગ્રામચોખા ચણાદાળ નો મિક્સ કરકરો લોટ
  4. 100 ગ્રામજુવાર નો લોટ
  5. 50 ગ્રામઘઉં નો લોટ
  6. 3-4 ચમચીગોળ
  7. 4 ચમચીઆદુ લસણ મરચા ની પેસ્ટ
  8. 1 ચમચીઅજમા, મેથી નો ભૂકો
  9. 1 ચમચીલાલ મરચું
  10. 1/2 ચમચીહિંગ
  11. 1 ચમચીહળદર
  12. 1લીંબુ નો રસ
  13. 1/2 ચમચીસોડા બાય કાર્બ
  14. સ્વાદ મુજબ મીઠું
  15. 2 ચમચીતેલ
  16. જરૂર મુજબ પાણી
  17. વઘાર માટે
  18. 1 ચમચીરાઈ
  19. 2 ચમચીતલ
  20. 7-8લીમડા ના પાન
  21. 3 મોટી ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બાઉલ મા બધા લોટ મિક્સ કરી આદુ લસણ મરચા ની પેસ્ટ, ગોળ,હળદર, લાલ મરચું,અજમા મેથી નો ભૂકો, સોડા, લીંબુ નો રસ, તેલ, મીઠું નાખી જરૂર મુજબ પાણી નાખી ઘટ્ટ ખીરુ ત્યાર કરી લો.

  2. 2

    હવે અળવી ના પાન ને ધોય લૂછી તેની નસો કાઢી લો, હવે 1 પાન પર ખીરૂ લગાવી તેની ઉપર ફોટા મા બતાવ્યા મુજબ બીજું પાન મૂકી ખીરૂ લાગવો પછી તેને બને બાજુ થી વાળી ફરી તેના પર ખીરૂ લગાવી તેના રોલ વાળી લો આવી રીતે બધા રોલ ત્યાર કરી લો.

  3. 3

    હવે તેને સ્ટીમર મા મૂકી 30 મિનિટ માટે સ્ટીમ થવા દો 30 મિનિટ બાદ તેને ચપ્પુ ની મદદ થી ચેક કરી લો. હવે તેને થોડી વાર માટે ઠંડા થવા દો. ત્યાર બાદ ચપ્પુ થી તેને કાપી લો.

  4. 4

    હવે એક પેન મા 3 ચમચી તેલ ગરમ મૂકી રાઈ તલ અને લીમડા નો વઘાર કરી તેમા પાત્રા નાખી ધીમે થી મિક્સ કરી લો.

  5. 5

    ત્યાર છે ગરમ ગરમ શાહી પાત્રા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krishna Hiral Bodar
Krishna Hiral Bodar @cook_22735245
પર
Surat
# House wife#l like so much cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes