કેલઝોન(calezon recipe in Gujarati)

Noma Harsh Thaker
Noma Harsh Thaker @cook_19844521

આજ ના સમય માં બાળકોને દરરોજ નવીન જમવા જોઇએ છે. આપણે તેને હેલ્ધી અને ટેસ્ટી આપવા માટે આ રેસિપી પરફેક્ટ છે.

કેલઝોન(calezon recipe in Gujarati)

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે

આજ ના સમય માં બાળકોને દરરોજ નવીન જમવા જોઇએ છે. આપણે તેને હેલ્ધી અને ટેસ્ટી આપવા માટે આ રેસિપી પરફેક્ટ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ વ્યક્તિ
  1. બાઉલ ઘઉં નો લોટ
  2. ૧ નંગકોબીજ
  3. ૨ નંગગાજર
  4. ૨ નંગકેપ્સીકમ
  5. ૨ નંગડુંગળી
  6. ૧ વાટકીકોથમીર
  7. ૨ નંગટામેટા
  8. ૨ ચમચીટોમેટો કેચઅપ
  9. ૧ ચમચીરેડ ચીલી સોસ
  10. ૩ ચમચીલસણની પેસ્ટ
  11. ૧ ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  12. ૧૦૦ ગ્રામ તેલ
  13. ૧૦૦ ગ્રામ ચીઝ
  14. મીઠું સ્વાદાનુસાર
  15. ૧ ચમચીમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ કોબીજ, ગાજર, કેપ્સીકમ અને ડુંગળી બધું ઝીણું સમારી લેવુ. ત્યારબાદ એક બાઉલમાં લોટ માં ૨ ચમચી તેલ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો હવે તેમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરી કણક તૈયાર કરો.

  2. 2

    હવે એક પેનમાં થોડું તેલ મૂકો ગરમ થાય એટલે તેમાં લસણની પેસ્ટ અને આદુ મરચાની પેસ્ટ ઉમેરો. હવે તેને ૧ મિનિટ માટે સાંતળો. ત્યારબાદ તેમાં કોબીજ અને ગાજર ઉમેરો હવે તેમાં સ્વાદાનુસાર મીઠું ઉમેરી તેને બરાબર મિક્સ કરો. હવે તેને ૨ મિનિટ માટે ચઢવા દો.

  3. 3

    ૨ મિનિટ પછી તેમાં ડુંગળી અને ટામેટા ઉમેરો ત્યારબાદ તેને બરાબર મિક્સ કરી લો હવે તેને ઢાંકીને ને ૨ મિનિટ માટે ચઢવા દો. હવે ગેસ બંધ કરી લો. ઠંડુ થાય એટલે તેમાં ૨ ચમચી ટોમેટો કેચઅપ અને સ્વાદ અનુસાર ચીલી સોસ ઉમેરી મિક્સ કરી લો. તેમાં ચીઝ ખમણી ને તેમા મિક્સ કરી લો.

  4. 4

    હવે તૈયાર કરેલ લોટ માંથી લૂઓ લઈ તેનુ પરોઠા વણી લો હવે તેમાં કાંટા ચમચી વડે તેમાં કાપા પાડી વચ્ચે તૈયાર કરેલ મસાલા માંથી એક ચમચી મસાલો વચ્ચે વ્યવસ્થિત મૂકી દો ત્યારબાદ તેને બરાબર પેક કરી તેની કિનારી પર કાંટા ચમચી વડે પેક કરી લો.

  5. 5

    તવા પર તેલ મૂકો તેમાં તૈયાર કરેલું કેલઝોન. મૂકી બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે શેકી લો. તૈયાર છે ટેસ્ટી કેલઝોન. તેને ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Noma Harsh Thaker
Noma Harsh Thaker @cook_19844521
પર

ટિપ્પણીઓ

Similar Recipes