પાત્રા (Patra)

Sheetal Chovatiya
Sheetal Chovatiya @cook_1985
Ahmedabad

#સાતમ_આઠમ
#superchef3_post3
#Monsoonspecial

પાત્રા એ ગુજરાત અને મહારાષ્ટ્રમાં બનતુ ફરસાણ છે. ગુજરાતમાં પાત્રા ખમણ જેટલું જ લોકપ્રિય ફરસાણ છે. ભાગ્યે જ એવુ કોઈ ગુજરાતી ઘર હશે જેમાં સીઝનમાં પાત્રા ન બનતા હોય. અળવીના પાનમાંથી બનતી આ વાનગીને પત્તરવેલિયા પણ કહેવામાં આવે છે.

પાત્રા (Patra)

#સાતમ_આઠમ
#superchef3_post3
#Monsoonspecial

પાત્રા એ ગુજરાત અને મહારાષ્ટ્રમાં બનતુ ફરસાણ છે. ગુજરાતમાં પાત્રા ખમણ જેટલું જ લોકપ્રિય ફરસાણ છે. ભાગ્યે જ એવુ કોઈ ગુજરાતી ઘર હશે જેમાં સીઝનમાં પાત્રા ન બનતા હોય. અળવીના પાનમાંથી બનતી આ વાનગીને પત્તરવેલિયા પણ કહેવામાં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 મોટી ચમચીગોળ,
  2. 1 કપચણાનો લોટ,
  3. 1નાની ધાણાજીરૂ,
  4. 1 નાની ચમચીહળદર,
  5. 1 ચમચીરાઈ,
  6. ચપટીહીંગ,
  7. 1 ચમચીગરમ મસાલો
  8. 2 નાની ચમચીતલના દાણા,
  9. 2 નાની ચમચીઆદુ મરચાની પેસ્ટ,
  10. 2 મોટી ચમચીતેલ
  11. ૧ચમચી મિઠુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પતરાળાને ધોઈને સાફ કરો અને પાનના ડાળખાને ચપ્પુની મદદથી કાપી લો. આ રીતે કોરા કરેલા પાન તમે પાત્રા વાળવામાં ઉપયોગી લઈ શકશો.

  2. 2

    પાન સૂકાય ત્યાં સુધી એક કપ પાણીમાં ગોળ ઓગાળીને તેને 30 સેકન્ડ માઈક્રોવેવમાં ગરમ કરી લો.

  3. 3

    પાતરાની અંદરનો મસાલો તૈયાર કરવા માટે એક વાસણમાં ચણાનો લોટ, ધાણાજીરુ, ગરમ મસાલો, હીંગ, આદુ મરચાની પેસ્ટ, નમક, તલના દાણા, તેલ અને આમલીનો રસ નાંખીને બરાબર હલાવી લો

  4. 4

    હવે તૈયાર કરેલા મસાલામાં ગોળનું પાણી નાંખી દો અને તેને બરાબર મિક્સ કરી લો. ધ્યાન રાખો કે આ મિશ્રણ વધારે ગાઢ ન થઈ જાય.

  5. 5

    એક પાન લઈને તેની ઊંધી સાઈડ પર ચણાના લોટનું મિશ્રણ બરાબર ફેલાવી દો. એક પાન પર બીજુ પાન રાખી તેના પર ચણાના લોટનું મિશ્રણ લગાવો. બીજા પત્તા પર પણ આ જ રીતે પેસ્ટ લગાવો.

  6. 6

    પાન પર પેસ્ટ લાગી જાય પછી હલકા હાથે રોલ કરો. રોલ કરતી વખતે પણ તેના પર ચણાના લોટનું મિશ્રણ લગાવવા.

  7. 7

    કૂકરમાં પાણી નાંખી જાળી વાળી પ્લેટમાં તેલ લગાવી તેમાં રોલ મૂકી 25થી 30 મિનિટ ધીમા તાપે બાફવા મૂકો. રોલ ઠંડો થાય ત્યારે તેની ગોળ ગોળ સ્લાઈસ કાપી લો.

  8. 8

    એક પેનમાં ધીમા તાપે તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં તલ નાંખો. રાઈ ફૂટે એટલે તેમાં પાત્રા નાંખીને હલાવી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sheetal Chovatiya
Sheetal Chovatiya @cook_1985
પર
Ahmedabad

Similar Recipes