પાત્રા (Patra Recipe in Gujarati)

Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 @cook_20910505

#Fam અળવીના પાન ચોમાસામાં ખૂબ જ સારા મળે છે વરસાદના પાણીના અળવીના પાન ગળામાં ખૂચતા નથી'વરસતા વરસાદના આ પત્તરવેલી ના પાન ખાવાની ખૂબ મજા આવે છે તળેલા અને વઘારેલા બંને પતરવેલીયા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આ પતરવેલીયા ની રેસીપી મારી ફેમિલી સિક્રેટ રેસિપી છે અમે તેમાં નીચે ડાંડી આવે છે તેની છાલ કાઢી એને પણ આદુ મરચા સાથે મિક્સરમાં ક્રશ કરી ચણાના લોટના ખીરામાં નાખીએ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
૪ લોકો
  1. 15 નંગઅળવીના પાન
  2. 2 વાડકીચણાનો લોટ
  3. 1/2 વાડકીચોખાનો લોટ
  4. 1/4 વાડકીરવો
  5. 3 (૩ નંગ)લીંબુ નો રસ
  6. 4 ચમચીઝીણો સમારેલો ગોળ
  7. 5 ચમચીલીલા મરચાં આદુ વાટેલાં
  8. 2 ચમચીગરમ મસાલો
  9. 4 ચમચીમીઠું
  10. 4 ચમચીલાલ મરચું
  11. 1/4 ચમચીહળદર
  12. 2 ચમચીતલ
  13. 2 ચમચીરાઈ
  14. 2 ચમચીહિંગ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    અળવીનાઆ પાનને પાણીથી ધોઈ કપડાથી લૂછી સુકાવા દો ત્યાર બાદ તેની દાંડી કાઢી પાનની નસો ને ચપ્પુ ની ધાર વડે ખેંચી કાઢો દાંડી ની છાલ ઉતારી તેના કટકા કરો આદુ મરચાં નાખી મિક્સર માં ક્રશ કરી દો

  2. 2

    એક મોટા બાઉલમાં ચણાનો લોટ ચોખાનો અને રવા નો લોટ મિક્સ કરો તેમાં ગોળનું પાણી લીંબુનો રસ લીલુ મરચું મીઠું લાલ મરચું તલ ગરમ મસાલો અને જરૂર જેટલું પાણી ઉમેરી તેને ભજીયાના ખીરાથી થોડુંક કઠણ એવું ખીરું તૈયાર કરો

  3. 3

    અળવીપાન ને ઊલટો મૂકી તેના પર ચણાના લોટનું ખીરું લગાવો પછી તેના પર એક બીજું પાન મૂકી તેના ઉપર પણ ખીરું લગાવો ત્રીજું પાન મૂકીને પણ તેના ઉપર એક ખીરું લગાવો અને સૌથી નાનું મુકી ખીરું લગાવી તેને ગોળ વાંકા બનાવી ઢોકળી ઓમાન ૨૦ મિનીટ માટે પાકવા દો ઠંડું પડ્યા પછી તેને ચપ્પુથી કાપી ઠંડા પાડવા દો કડાઈમાં તેલ મૂકી રાઈ હિંગ તલ નાખી પતરવેલીયા નો વઘાર કરો અને સર્વિંગ ડીશમાં મૂકી તેને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
પર

Similar Recipes