તુરીયા પાત્રા નું શાક (Turiya Patra Shak Recipe In Gujarati)

Chandni Kevin Bhavsar
Chandni Kevin Bhavsar @chandnis_cookbook

ગુજરાતી અને ખુબજ ટ્રેડિશનલ રેસીપી છે તુરીયા પાત્રા નું શાક બધા ઘર ની રેસીપી અલગ હોય છે આજે મેં પણ ટ્રાય કર્યું છે.
#AM3

તુરીયા પાત્રા નું શાક (Turiya Patra Shak Recipe In Gujarati)

ગુજરાતી અને ખુબજ ટ્રેડિશનલ રેસીપી છે તુરીયા પાત્રા નું શાક બધા ઘર ની રેસીપી અલગ હોય છે આજે મેં પણ ટ્રાય કર્યું છે.
#AM3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. પાત્રા બનાવવા માટે
  2. ૧ કપબેસન
  3. 1-1/2 કપ ચોખા અને દાળ નો કકરો લોટ
  4. 1/2 કપ ચોખાનો લોટ
  5. 4 થી 5 ચમચી આમલીનું પાણી
  6. 2 ચમચીગોળ
  7. 2 મોટી ચમચીઆદુ-લસણની પેસ્ટ
  8. 1 મોટી ચમચીઆદુ મરચાની પેસ્ટ
  9. ૧ ચમચીલાલ મરચું
  10. 1 ચમચીહળદર
  11. દોઢ ચમચી ધાણાજીરૂ
  12. ૧ ચમચીગરમ મસાલો
  13. ૩ - ૪ પની પાત્રા
  14. મીઠું સ્વાદ મુજબ
  15. 1/2 ચમચી ખાવાનો સોડા
  16. જોઈતા પ્રમાણમાં પાણી
  17. શાક બનાવવા માટે
  18. 200 ગ્રામતુરીયા
  19. ૨ નંગકાકડી
  20. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  21. 1 ચમચીલસણની પેસ્ટ
  22. ૧ ચમચીલાલ મરચું
  23. 1 ચમચીહળદર
  24. 1 ચમચીધાણાજીરૂ
  25. ૧ ચમચીગરમ મસાલો
  26. ૧ ચમચીગ્રેવી મસાલો
  27. મીઠું સ્વાદ મુજબ
  28. ૨ ચમચીતેલ
  29. ૧ ચમચીરાઈ
  30. 1 ચમચીજીરૂ
  31. 1/4 ચમચી હિંગ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ પાત્રને ધોઇને વચ્ચેથી કાઢી નાખીને સરસ સાફ કરી લેવા. તુરીયા અને કાકડી ધોઈને સાફ કરીને નાના ટુકડા કરી રાખવા.

  2. 2

    એક મોટા વાસણમાં બધા લોટ લઇ મસાલા ઉમેરવા અને જોઈતા પ્રમાણમાં પાણી નાખીને ઘટ્ટ બેટર તૈયાર કરવો.

  3. 3

    પાત્રા ઉપર ચોપડતા જવું અને પાતળા ની લૂઈ તૈયાર કરવી. હવે પાત્રને 50% ચડે‌ એટલો તળી લેવા. બાકીના પાછા તમે બાફી પણ શકો છો

  4. 4

    હવે પેનમાં તેલ ગરમ કરી એમાં રાઈ જીરુ હિંગ નાખીને કાપેલા તુરીયા અને કાકડીના ઉમેરો બેથી ત્રણ મિનિટ ચઢવા દેવો. બધા મસાલા કરી પાણી એકથી દોઢ ગ્લાસ ઉમેરી બરાબર ગરમ થાય એટલે તળેલા પાતળા ઉમેરી ચારથી પાંચ મિનિટ શાકને બરાબર થવા દેવું

  5. 5

    તૈયાર છે તુરીયા અને પાત્રા નું શાક પીરસી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Chandni Kevin Bhavsar
Chandni Kevin Bhavsar @chandnis_cookbook
પર
I love to explore new indian cuisine..love to Cook
વધુ વાંચો

Similar Recipes