પાત્રા (Patra Recipe In Gujarati)

Mamta Pandya
Mamta Pandya @mamta_homechef

#patra
#પતરવેલિયા
#SJR
#SFR
#ફરસાણ
#cookpadgujarati

પાત્રા અથવા અળુવડી એ સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્રમાં અળવીના પાંદડા માંથી બનાવવામાં આવતો પ્રખ્યાત નાસ્તો છે. ગુજરાતમાં તેને પાત્રા કહેવામાં આવે છે જ્યારે મહારાષ્ટ્રમાં તેને અળુવડી તરીકે ઓળખવામાં આવે છે. અળવીના પાન ગળા અને મોઢામાં બળતરા કરે છે તેથી તેની દાંડીઓ અને નસોને સાફ કરીને આમલીના પલ્પ સાથે રાંધવામાં આવે છે. પાત્રાના રોલ્સને બાફીને પછી વઘારવામાં આવે છે અથવા જો પસંદ હોય તો તેને તળી પણ શકો છો.

પાત્રા (Patra Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#patra
#પતરવેલિયા
#SJR
#SFR
#ફરસાણ
#cookpadgujarati

પાત્રા અથવા અળુવડી એ સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્રમાં અળવીના પાંદડા માંથી બનાવવામાં આવતો પ્રખ્યાત નાસ્તો છે. ગુજરાતમાં તેને પાત્રા કહેવામાં આવે છે જ્યારે મહારાષ્ટ્રમાં તેને અળુવડી તરીકે ઓળખવામાં આવે છે. અળવીના પાન ગળા અને મોઢામાં બળતરા કરે છે તેથી તેની દાંડીઓ અને નસોને સાફ કરીને આમલીના પલ્પ સાથે રાંધવામાં આવે છે. પાત્રાના રોલ્સને બાફીને પછી વઘારવામાં આવે છે અથવા જો પસંદ હોય તો તેને તળી પણ શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫૫ મિનીટ
૪ વ્યક્તિ
  1. ♈️ પાત્રા માટે -
  2. ૨૫૦ ગ્રામ અળવીના પાન
  3. ૨ ચમચીતેલ
  4. ૧ ચમચીરાઈ
  5. ૧ ચમચીજીરૂ
  6. ૧ ચમચીઅજમો
  7. ૨ ચમચીતલ
  8. ૧/૨ ચમચીહિંગ
  9. ડાળી લીમડો
  10. ♈️ ખીરૂ બનાવવા માટે -
  11. ૨ કપચણાનો લોટ
  12. ૧ ચમચીઆદુ-લીલા મરચાંની પેસ્ટ
  13. ૧/૨ ચમચીહળદર
  14. ૧ ચમચીલાલ મરચુ પાઉડર
  15. ૨ ચમચીધાણાજીરૂ પાઉડર
  16. ૧/૨ ચમચીગરમ મસાલો
  17. ૧/૨ ચમચીહિંગ
  18. ૧/૨ કપસમારેલો ગોળ
  19. ૩ ચમચીઆંબલી
  20. ૨ ચમચીતેલ
  21. ૧/૪ ચમચીસોડા
  22. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૫૫ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ આમલીને સાફ કરી લો. તપેલીમાં ૨ કપ ગરમ પાણી, આંબલી અને ગોળ ઉમેરીને ૧૫ મિનીટ માટે પલાળીને રાખો. ત્યારબાદ બાદ તેને ગાળી લો.

  2. 2

    હવે, અળવીના પાનને ધોઈને કોરા કપડાં વડે લૂછી લો. પછી છરીનો ઉપયોગ કરીને તેની નસો દૂર કરી લો.

  3. 3

    એક બાઉલમાં ચણાનો લોટ, બધા મસાલા, તેલ અને આંબલી-ગોળનું પાણી ઉમેરીને ખીરૂ તૈયાર કરી લો.

  4. 4

    કાપેલી નસ વાળા ભાગ પર ખીરૂ બરાબર ફેલાવી દો. એક પાન પર બીજુ પાન ઊંધું રાખી તેના પર ખીરૂ લગાવો. આ જ રીતે ૪ થી ૫ પાન પર ખીરૂ લગાવી લો.

  5. 5

    બંને બાજુથી વાળીને ખીરૂ લગાવતા લગાવતા તેને એક છેડાથી બીજા છેડા સુધી વાળીને રોલ તૈયાર કરી તેની ઉપર પણ થોડું ખીરૂ લગાવી લો.

  6. 6

    સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકો. કાણાવાળા વાસણને તેલથી ગ્રીસ કરી તૈયાર કરેલ રોલ મુકી ૨૦ થી ૨૫ મિનિટ સુધી બાફી લો. બફાઈ જાય એટલે દરેક રોલ ઉપર તેલનો હાથ ફેરવી લો.

  7. 7

    ઠંડા થાય પછી તેને એકસરખા કાપી લો.

  8. 8

    કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં રાઈ, જીરૂ, તલ, અજમો, હિંગ અને લીમડો ઉમેરી સાંતળો, પછી પાત્રાના ટુકડા ઉમેરો. હળવા હાથે હલાવીને મધ્યમ તાપ પર ક્રિસ્પી થાય ત્યાંસુધી સાંતળી લો.

  9. 9

    તો પાત્રા તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mamta Pandya
Mamta Pandya @mamta_homechef
પર
By nature I am cookaholic..Love to try different recepies..Like to present it with unique styles..Kindly share your comments and opinions!!!
વધુ વાંચો

Similar Recipes