અળવી ના પાત્રા (advi na patra recipe in gujarati)

Parul Patel
Parul Patel @Parul_25

#વીકમીલ૩#સ્ટીમ #માઇઇબુક #પોસ્ટ21 અળવી ના પાત્રા એ ગુજરાતીમાં ફેવરીટ ફરસાણ છે. ગુજરાતી થાળીમાં પાત્રા નું ફરસાણ બાફેલું છે તેથી તે બધા માટે હેલથી છે.

અળવી ના પાત્રા (advi na patra recipe in gujarati)

#વીકમીલ૩#સ્ટીમ #માઇઇબુક #પોસ્ટ21 અળવી ના પાત્રા એ ગુજરાતીમાં ફેવરીટ ફરસાણ છે. ગુજરાતી થાળીમાં પાત્રા નું ફરસાણ બાફેલું છે તેથી તે બધા માટે હેલથી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
5 વ્યક્તિ
  1. 500 ગ્રામઅળવી ના પાન
  2. ખીરું બનાવવા માટે :
  3. 500 ગ્રામચણા નો લોટ
  4. 1 ચમચીહળદર
  5. 2 ચમચીલાલ મરચું
  6. 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  7. ૪ ચમચીખાંડ
  8. 2 ચમચીલીંબુનો રસ
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. 2 ચમચીઆમલીનો રસો
  11. ચપટીહિંગ
  12. 2 ચમચીતેલ
  13. વઘાર માટે :
  14. 2 ચમચીરાઈ
  15. 2 ચમચીતલ
  16. 1ડાળી મીઠા લીમડાના પાન
  17. ચપટીહિંગ
  18. 1 ચમચીલીંબુ નો રસ
  19. 1 ચમચીબૂરું ખાંડ
  20. 2 મોટા ચમચાતેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ અળવીના પાનને ધોઈ સાફ કરીને લુછી લો. પછી પાનને ચપ્પાની મદદથી નસો કાઢી લો. પછી ફરીવાર કપડા ની મદદથી કોરા કરી લો.

  2. 2

    અળવીના પાન પર પેસ્ટ લગાવવા માટે ચણાના લોટ માં બધા મસાલા કરી લો. ખીરું રેડી કરી લો. ખીરું ને 20 મિનિટ ટેસ્ટ આપો.

  3. 3

    અળવીના પાનને લઈ સૌથી પહેલા નીચે મોટુ પાન લેવું તેની પર ચણાના લોટની પેસ્ટ લગાવો પછી બીજું પાન લગાવી લેવું પછી ત્રીજું પાન લેવું આમ વારાફરતી ત્રણ પાનનો એક વાટો બનાવી લો. પછી તેના રોલ બનાવી લો.

  4. 4

    હવે સ્ટીમ કરવાના કુકરમાં બે ત્રણ ગ્લાસ પાણી એડ કરીને ઢાંકણ બંધ કરી દો. પાણી ગરમ થવા દો. પાણી ગરમ થાય પછી આ રોલ કુકરમાં સ્ટીમ થવા મૂકી દો. 20થી 25 મિનિટ માટે સ્ટીમ થવા દો.

  5. 5

    પછી ચપ્પુની મદદથી જોઈ લો. જો ચપ્પુ ક્લીન બહાર આવે એટલે સમજી લેવું વાટા તૈયાર થઈ ગયા છે. વાટા બરાબર બફાઈ ગયા છે તેને કુકરમાંથી બહાર કાઢી લો થોડીવાર ઠંડા થવા દો પછી તેના એકસરખા ટૂકડા કરી લો.

  6. 6

    એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેમાં રાઈ, તલ, મીઠો લીમડો અને હિંગનો વઘાર કરો. તેમાં અળવી ના પાત્રા એડ કરીને બરાબર મિક્સ કરીને હલાવી લો. પછી તેમાં ગરમ મસાલો,લીંબુનો રસ અને બુરુ ખાંડ એડ કરો. થોડીવાર કૂક થવા દો. તો રેડી છે અળવી ના પાત્રા.

  7. 7

    તેને કોથમીર અને તલ થી ગાર્નિશ કરો. અળવી નાં પાત્રા ને ગરમા ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

Similar Recipes