મગની દાળના ઢોકળા(dal dhokala recipe in Gujarati)

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710

#cookpadindia
#cookpadguj
મગની દાળ એ ખૂબ પૌષ્ટિક છે. પાચનમાં પણ સરળ છે. ઢોકળા માં વૈવિધ્યતા ગમે છે.

મગની દાળના ઢોકળા(dal dhokala recipe in Gujarati)

5 કમેન્ટ્સ કરેલ છે

#cookpadindia
#cookpadguj
મગની દાળ એ ખૂબ પૌષ્ટિક છે. પાચનમાં પણ સરળ છે. ઢોકળા માં વૈવિધ્યતા ગમે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
૪ વ્યક્તિ
  1. ૧ કપમગની દાળ
  2. ૧/૨ કપબોઈલ ચોખા
  3. ૧/૨ કપદહીં
  4. ૪ નંગલીલા મરચાં
  5. 1ઈંચ આદુનો ટુકડો
  6. 2 ટેબલ સ્પૂનઝીણા સમારેલા ધાણા
  7. 1 ટેબલ સ્પૂનઝીણું સમારેલું લાલ કેપ્સીકમ
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. 2 ટેબલસ્પૂનતેલ
  10. ૧/૨ ટીસ્પૂનરાઈ
  11. પીંચ હિંગ
  12. ૧/૨ ટીસ્પૂનહળદર
  13. ૧/૨ ટીસ્પૂનમેથી દાણા
  14. ૫-૬ કળીલસણ
  15. ત્રણથી ચાર પત્તા મીઠી લીમડી
  16. ૧/૨ ટીસ્પૂનઈનો

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    મગની દાળ તથા ચોખા ને ધોઈને ત્રણ કલાક માટે અલગ-અલગ પલાળી રાખો. તેમાં મેથીના દાણા નાખી દો.ત્રણ કલાક બાદ તેમાંથી પાણી નિતારી તેને મિક્સરમાં દહીં નાખી પીસી લો.

  2. 2

    હવે આ પીસેલા ખીરામાં લીલા મરચાં, આદુ,લસણની પેસ્ટ,ઝીણા સમારેલા લાલ કેપ્સીકમ, ધાણા, હળદર,મીઠું નાખી બરાબર મિક્સ કરી લો.

  3. 3

    એક વઘારીયા માં 2 ટેબલ ચમચી તેલ મૂકી તેમાં રાઈ,મીઠી લીમડી, હિંગનાખી આ વઘાર ખીરામાં રેડી બરાબર હલાવી લેવું. ત્યારબાદ તેમાં ઈનો નાખી મિક્સ કરી ઢોકળાની થાળી ઉતારવી. આ ઢોકળા ગ્રીન ચટણી સાથે બહુ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર
Happyness is Homemade
વધુ વાંચો

Similar Recipes