રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ થી ૧૫ મીનીટ
૧ માટે
  1. ૧ નંગમીડીયમ સાઈઝ નું બટાકુ
  2. ૧ મોટો વાટકોસાબુદાણા
  3. 1/2 ટીસ્પૂનજીરું
  4. ૨ ટેબલસ્પૂનશીંગદાણા નો ભૂકો
  5. 1/2 ટીસ્પૂનશેકેલ જીરું પાઉડર
  6. 1/2 ટીસ્પૂનમરી પાઉડર
  7. મીઠું સ્વાદાનુસાર
  8. ૧-૨ ટેબલસ્પૂન લીંબૂ નો રસ
  9. 1/2 ટીસ્પૂનખાંડ
  10. ૧-૨ ટેબલસ્પૂન તેલ વઘાર માટે
  11. ૪-૫ પતા લીમડા નાં પાન

રાંધવાની સૂચનાઓ

૧૦ થી ૧૫ મીનીટ
  1. 1

    સૌપ્રથમ સાબુદાણા ને ૨ કલાક માટે પાણીમાં પલાડી રાખો. જો ખીચડી imstant બનાવી હોય તો અડધો કલાક માટે પલાડસો તો પણ પલળી જશે.

  2. 2

    ત્યારબાદ બટાકા ને નાના મિડિયમ સાઇઝ ના સુધારી લેવા.હવે એક કડાઈમાં તેલ લઇ તેમાં જીરું નાખી અને સમારેલા બટાકા ને નાખી ૨ મીનીટ માટે સાંતળો.

  3. 3

    પછી તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી નાખી, ઉપર ડિશ ઢાંકી ને તેની પર પાણી મૂકી ને ૧૦-૧૫ મીનીટ માટે ચડવા દો.

  4. 4

    બટાકા ચડી જાય એટલે તેનો રસો બાળી નાખો સહેજ જેટલો રેહવા દો જેથી સાબુદાણા ચોંટે નહિ.

  5. 5

    ત્યારબાદ તેમાં સાબુદાણા નાખી ને બરાબર રીતે બધું મિક્સ કરી લો.હવે તેમાં મીઠું, ખાંડ, લીંબુ નો રસ,જીરા પાઉડર, મરી પાઉડર નાખી બધું મિક્સ કરી લો.

  6. 6

    હવે last ma tame શીંગદાણા નો ભૂકો ઉમેરી ને બરાબર મિક્સ કરી લો.last માં ઉમેરવા થી સાબુદાણા અને શીંગદાણા નો ભૂકો ચોંટશે નહીં.

  7. 7

    હવે તેને એક સર્વિંગ પ્લેટ માં લઇ સર્વ કરો. તો તૈયાર છે સાબુદાણા ની ખીચડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
nikita rupareliya
nikita rupareliya @cookniki1107
પર
India - Ahmedabad

Similar Recipes