દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)

Aarti Dattani
Aarti Dattani @Aarticook
રાજકોટ

#GA 4#Week 7#brake fast
દાળ પકવાન એ ખુબજ સ્વાદિ વાનગી છે.દાળ પકવાન બનાવવા ખુબજ સરળ છે.

દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)

#GA 4#Week 7#brake fast
દાળ પકવાન એ ખુબજ સ્વાદિ વાનગી છે.દાળ પકવાન બનાવવા ખુબજ સરળ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપચણા ની દાળ
  2. 1/2 ચમચીહળદર
  3. સ્વાદ મુજબમીઠુ
  4. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  5. 1 ચમચીધાણા જીરું
  6. 1 ચમચીલાલ મરચું પાઉડર
  7. 1 ચમચીગરમ મસાલો
  8. 1 ચમચીચાટ મસાલો
  9. 1લીંબુ
  10. 1 ચમચા તેલ
  11. ચપટીહિંગ
  12. પકવાન બનાવવા માટેની સામગ્રીઓ
  13. 1 કપઘઉ નો લોટ
  14. 1 કપમેંદો
  15. 2-3 ચમચીરવો
  16. 1 ચમચીઅજમા
  17. 1 ચમચીતેલ
  18. સ્વાદ મુજબ મીઠું
  19. ઉપર થી છાંટવા માટે
  20. જરૂર મુજબ સેવ
  21. જરૂર મુજબ મસાલા બી
  22. જરૂર મુજબ ઝીણી સમારેલી લીલી ડુંગળી
  23. જરૂર મુજબ જીણા સમારેલા ટામેટાં
  24. જરૂર મુજબ સમારેલી કોથમીર
  25. જરૂર મુજબ લાલ,લીલી,મીઠી અને ખાટી ચટણી
  26. જરૂર મુજબ બાફેલા બટાકા ના ટુકડા મીઠું
  27. જરૂર મુજબ લાલ મરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચણાની દાળ ને ધોયને 4 થી 5 કલાક માટે પલરવા મુકી દો.

  2. 2

    ત્યાર બાદ એક કુકરમાં ચણા ની દાળ લય ને તેમા હળદર અને મીઠુ નાંખીને 5 સીટી વગાડી ગેસ બંધ કરી દો.

  3. 3

    પકવાન બનાવવા માટે એક વાસણ મા ઘઊ નો લોટ,મેંદો અને રવો લય તેમા મીઠું,અજમા અને તેલ નાખી ને મિડિયમ લોટ બાંધી લેવો.ને 20મિનીટ માટે ઢાંકીને રાખી દો.

  4. 4

    હવે લોટમાંથી એક મોટો લુવો બનાવીને પકવાન વળી લય તેમા કાંટા ચમચી કાણા પાડી ને છાપા ઉપર પાથરી દો.તે રીતે બધાજ પકવાન વળી લેવા.

  5. 5

    હવે પકવાન તરવા માટે એક લોયામા તેલ ગરમ કરવા મૂકો.તેલ ગરમ થાય એટલે તેમા એક પકવાન નાખી ઝારા થી દબાવીને બંને બાજુ પકાવી લો.

  6. 6

    હવે દાળ બનાવવાં માટે એક કડાઈ મા 2ચમચા તેલ નાખી ને ગરમ થાય એટલે તેમાં આદુ મરચાની પેસ્ટ નાખી સાતળવી.

  7. 7

    ત્યાર બાદ તેમા બધાજ મસાલા નાખી દેવા.

  8. 8

    ત્યાર પછી તેમા બાફેલી ચણાની દાળ નાખી હલાવવું.જરૂર પડે તો પાણી નાખવું.અને 5મિનીટ દાળને ઉક્ળવા દો.પછી ગેસ બંધ કરી દો.અને લીંબુ નીચોવી ને હલાવી લેવી.

  9. 9

    તો હવે દાળ અને પકવાન બને તૈયાર છે.તેને બે રીતે સર્વ કરવમાં આવે છે

  10. 10

    પેલી રીતમાં દાળ ને એક સર્વિંગ બાઊલ મા લય તેમા થોડા બાફેલા બટાકા ના ટુકડા,ટામેટાં અને ડુંગળી ના ટૂકડા,મસાલા બી,સેવ,બધી જાતની ચટણી અને કોથમીર છાંટી ને પકવાન સાથે સર્વ કરો.

  11. 11

    બીજી રીતમાં એક સર્વિંગ પ્લેટમાં પકવાન્ને રાખી તેની ઉપર મસાલા વારા બટેટા ના ટુકડા પાથરવા.

  12. 12

    ત્યાર પછી તેની ઉપર દાળ નાંખવી.

  13. 13

    ત્યા બાદ તેની ઉપર ડુંગળી અને ટામેટા ના ટુકડા નાખી તેની ઉપર મસાલા બી,બધીજ ચટણી,સેવ અને કોથમીર છાંટી સર્વ કરો.

  14. 14

    બંને રીતે સર્વ કરેલ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Aarti Dattani
Aarti Dattani @Aarticook
પર
રાજકોટ

Similar Recipes