ઘુગની(ghugni recipe in gujarati)

Hetal Prajapati
Hetal Prajapati @cook_230981

#east
આ વાનગી ઈસ્ટ ઈન્ડિયા ના રાજ્ય માં ખૂબ જ ફેમસ છે. આસામ, બેંગાલ જેવા રાજ્ય માં.

ઘુગની(ghugni recipe in gujarati)

#east
આ વાનગી ઈસ્ટ ઈન્ડિયા ના રાજ્ય માં ખૂબ જ ફેમસ છે. આસામ, બેંગાલ જેવા રાજ્ય માં.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૨ લોકો માટે
  1. ગ્રામબાફેલા સફેદ વટાણા ૨૫૦
  2. ૪ ચમચીરાઈ નુ તેલ
  3. ૧ ટુકડોતજ
  4. ૩ નંગઇલચી
  5. તમાલપત્ર
  6. સૂકા લાલ મરચા
  7. ૧ નંગબાફેલા બટાકા
  8. મીઠું સ્વાદાનુસાર
  9. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  10. ૧ ચમચીહળદર પાઉડર
  11. ૧ ચમચીધાણા જીરું પાઉડર
  12. ૧ ચમચીગરમ મસાલો
  13. ૨ ચમચીઆદુ મરચા લસણની પેસ્ટ
  14. ૧ ચમચીજીરું પાઉડર
  15. સમારેલી ડુંગળી ૧નંગ
  16. ૨ નંગસમારેલા ટામેટા

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    એક પેનમાં તેલ લઈ તેમાં તજ, ઈલાયચી, તમાલપત્ર, સૂકા લાલ મરચાં નો વઘાર કરો.

  2. 2

    પછી તેમાં આદુ મરચાં લસણ ની પેસ્ટ ઉમેરી બરાબર સાંતળો.

  3. 3

    પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમરીને સાંતળો.

  4. 4

    ઝીણા સમારેલા ટામેટા ઉમેરી બરાબર સાંતળો.

  5. 5

    બધા મસાલા ઉમેરી ને સાંતળો.

  6. 6

    પછી તેમાં બટાકા ઉમેરી મિક્સ કરો.

  7. 7

    પછી તેમાં બાફેલા વટાણા નાખી બરાબર હલાવી લો.

  8. 8

    જરૂર મુજબ પાણી ઉમેરી હલાવી લો.

  9. 9

    ૫ થી ૭ મિનિટ સુધી ઉકળવા દો.

  10. 10

    ગરમ ગરમ પરાઠા કે રોટલી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Prajapati
Hetal Prajapati @cook_230981
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes