બિહારી  ઘુગની(bihari ghugni recipe in Gujarati)

Nisha
Nisha @nisha_sangani

#ઈસ્ટ
ઘુગની એ બિહારની ખૂબ જ ફેમસ વાનગી છે તેમાં કાળા દેશી ચણા નો ઉપયોગ થાય છે ચાલો શેર કરીએ બિહારી ઘુગની ની રેસીપી

બિહારી  ઘુગની(bihari ghugni recipe in Gujarati)

#ઈસ્ટ
ઘુગની એ બિહારની ખૂબ જ ફેમસ વાનગી છે તેમાં કાળા દેશી ચણા નો ઉપયોગ થાય છે ચાલો શેર કરીએ બિહારી ઘુગની ની રેસીપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીકાળા ચણા
  2. જરૂર મુજબ પાણી ચણા પલાળવા માટે
  3. 3પાવરા તેલ
  4. તમાલપત્ર
  5. 2સૂકા લાલ મરચાં
  6. ટુકડોતજ
  7. 1 નંગબાદીયો
  8. દસ-બાર લીમડાના પાન
  9. ૭- ૮ લસણની કળી ઝીણી સમારેલી
  10. કટકો આદુ ખમણેલું
  11. 3ડુંગળી લાંબી કાપેલી
  12. 2સમારેલા ટામેટાં
  13. 1/4 ચમચી હિંગ
  14. 1 ચમચીજીરૂ
  15. દોઢ ચમચી મીઠું
  16. 1/2ચમચી હળદર
  17. 1 ચમચીધાણાજીરૂ
  18. 2 ચમચીલાલ મરચું
  19. 1/2ચમચી ખાંડ
  20. 2 ગ્લાસપાણી
  21. 1 ચમચીકસુરી મેથી
  22. કોથમરી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કાળા ચણાને ધોઈને સાતથી આઠ કલાક માટે પલાળી રાખવા પછી તેનું પાણી નિતારી લેવું

  2. 2

    મસાલા માટેની બધી તૈયારી કરી લેવી એક પ્લેટમાં તજ તમાલપત્ર બાદીયા સૂકા લાલ મરચાં લીમડાના પાન લેવા આદુને ખમણવું લસણને ઝીણું સમારવુ ડુંગળી ની લાંબી કાપવી ટામેટાં સમારવા

  3. 3

    હવે કુકરમાં તેલ મૂકી તેમાં જીરૂનો વઘાર કરવો પછી તેમાં હિંગ નાંખવી ત્યાર પછી તમાલપત્ર સૂકા લાલ મરચાં નો વઘાર કરવો પછી તેમાં સમારેલું લસણ અને આદુ નાખવુ બધુ બરાબર સાંતળવું

  4. 4

    પછી તેમાં લાંબી કાપેલી ડુંગળી નાખવી તેને બરાબર ચડવા દેવી તેમાં મીઠું નાખવું થોડીવાર માટે ઢાંકીને ચઢવા દેવું

  5. 5

    ડુંગળી બરાબર ચડી જાય પછી તેમાં સમારેલા ટામેટાં એડ કરવા હળદર ધાણાજીરૂ લાલ મરચું નાંખવું ફરીથી ઢાંકણ ઢાંકી બધું ચઢવા દેવું

  6. 6

    પછી તેમાં ખાંડ નાખવી ત્યાર પછી તેમાં પલાળેલા ચણા એડ કરવા બરાબર હલાવવું ફરીથી ઢાંકણ ઢાંકીને બધું સંતળાવા દેવુ

  7. 7

    આ પ્રોસેસને દસ મિનિટ સુધી કરવી ગ્રેવી સાથે ચણા સંતળાવા થી તેનો ટેસ્ટ સરસ આવશે પછી તેમાં કસુરી મેથી હાથથી મસળી નાખવી પછી તેમાં પાણી નાખવું બધુ બરાબર હલાવો

  8. 8

    કૂકરનુ ઢાંકણ ઢાંકીને ૫થી ૬ સીટી કરવી કૂકર ઠંડું થઈ જાય પછી ઢાંકણ ખોલી નાખો ચણા બરાબર ચડી ગયા હશે તૈયાર છે બિહારની ફેમસ વાનગી ઘુગની

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nisha
Nisha @nisha_sangani
પર

Similar Recipes