દૂધી નો ઓળો(dudhi olo recipe in gujarati)

Nidhi Sanghvi
Nidhi Sanghvi @cook_9784
વડોદરા

મારા ફેમિલી માં બધા ને રીંગણ નો ઓળો અને બાજરી ના રોટલા બહુ જ પસંદ છે.પણ અત્યારે ચાતુર્માસ ચાલતું હોવાથી મે દૂધી નો ઓળો બનાવી ને તેમને સર્વ કર્યું છે..જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે
#kv

દૂધી નો ઓળો(dudhi olo recipe in gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

મારા ફેમિલી માં બધા ને રીંગણ નો ઓળો અને બાજરી ના રોટલા બહુ જ પસંદ છે.પણ અત્યારે ચાતુર્માસ ચાલતું હોવાથી મે દૂધી નો ઓળો બનાવી ને તેમને સર્વ કર્યું છે..જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે
#kv

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૪ લોકો
  1. દૂધી
  2. ૧/૨ કપબાફેલા લીલા વટાણા
  3. ૨-૩ટામેટા
  4. ૧ ચમચીલીલા મરચા ની પેસ્ટ
  5. ૧ ચમચીલાલ મરચું
  6. ૧/૨ ચમચીહળદર
  7. ૨ચમચી ધણાજીરૂ
  8. મીઠું સ્વાાનુસાર
  9. તેલ
  10. ૧/૨ ચમચીજીરૂ
  11. હિંગ
  12. રાઈ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    દૂધી ની છાલ કાઢી તેના કટકા કરી તેને કૂકર માં ૨ સિટી વગાડી બાફી લો.

  2. 2

    હવે એક પેન માં તેલ મૂકી તેમાં રાઈ,જીરૂ અને હિંગ નાખવું

  3. 3

    પછી તેમાં લીલા મરચા ની પેસ્ટ ઉમેરી સાંતળો.પછી તેમાં ઝીણા સમારેલા ટામેટા ઉમેરી સાંતળો.

  4. 4

    ટામેટાં ચડી જાય એટલે તેમાં હળદર, લાલ મરચું, ધાણાજીરું,ગરમ મસાલો, ઉમેરો

  5. 5

    મસાલા ચડી જાય એટલે બાફેલા દૂધી ના કટકા નાખી તેને મેશ કરી લો. ત્યારબાદ તેમાં બાફેલા વટાણા ઉમેરી સ્વાદાનુસાર મીઠું ઉમેરો.

  6. 6

    થોડુક પાણી ઉેમેરી ૫ મિનિટ ચડવા દો.પછી કોથમીર ઉમેરો.

  7. 7

    ગરમ ગરમ દૂધી નો ઓળો બાજરી ના રોટલા કે પછી ફૂલકા રોટલી જોડે બહુ જ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Sanghvi
Nidhi Sanghvi @cook_9784
પર
વડોદરા
મને રસોઈ નો બહુ શોખ છે.મારા દિકરા ને પણ રસોઈ નો બહુ શોખ છે.મને જૈન રેસિપી માં વેરિયેશન કરી બનાવું ગમે છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes