પનીર સ્ટફ્ડ પરાઠા(paneer stuff parotha recipe in Gujarati)

Khyati's Kitchen
Khyati's Kitchen @khana8099
Vadodara

#માઇઇબુક
#પોસ્ટ_૨૯

પનીરનું નામ આવે એટલે કોઈ પણ વાનગી ભાવે જ. એવી જ ચટપટી અને હેલ્ધી રેસિપી છે આજની મારી.

પનીર સ્ટફ્ડ પરાઠા(paneer stuff parotha recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#માઇઇબુક
#પોસ્ટ_૨૯

પનીરનું નામ આવે એટલે કોઈ પણ વાનગી ભાવે જ. એવી જ ચટપટી અને હેલ્ધી રેસિપી છે આજની મારી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦મિનિટ
૨ વ્યક્તિ
  1. સ્ટફિંગ માટે
  2. મીડિયમ બટાકા બાફેલાં
  3. ૧ કપપનીર ખમણેલું
  4. ૬-૭ નંગ કાજુ ખાંડેલાં
  5. ૧ ટે સ્પૂનઆદુ મરચાની પેસ્ટ
  6. ૧ ટી સ્પૂનલસણ વાટેલું
  7. મિડિયમ ડુંગળી ઝીણી સમારેલી
  8. ૧ ટી સ્પૂનચીલી ફ્લેક્સ
  9. ૧ ટી સ્પૂનચાટ મસાલા
  10. ૧/૨ ટી સ્પૂનઆમચૂર પાઉડર
  11. ૧/૨ કપલીલા ધાણા
  12. ૧ ટી સ્પૂનકુમઠી લાલ મરચું
  13. મીઠું સ્વાદનુસાર
  14. ૧ ટી સ્પૂનહળદર
  15. પરાઠા ના લોટ માટે
  16. ૨ કપઘઉંનો લોટ
  17. ૧ ટે સ્પૂનકસૂરી મેથી
  18. ૧ કપપાણી/ જરૂર મુજબ
  19. મીઠું સ્વાદનુસાર

રાંધવાની સૂચનાઓ

૩૦મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકાને બરાબર ધોઈને બાફી લો. ઠંડા પડે એટલે એને છોલી એક બાઉલમાં મેશ કરી લો. પછી તેમાં ખમણેલું પનીર નાખી બરાબર મિક્ષ કરી લો.

  2. 2

    એ સ્ટફિંગમાં ડુંગળી,આદુ લીલા મરચાની પેસ્ટ,લસણ વાટેલું,કાજુના નાના ટુકડા,ચીલી ફ્લેક્સ,લાલ કુમઠી મરચું પાઉડર,હળદર,ચાટ મસાલા,આમચૂર પાઉડર,મીઠું અને લીલા ધાણા નાખી બરાબર મિક્ષ કરી લો. એના એક સાઈઝના ગોળા વાળી લો.

  3. 3

    લોટ બાંધવા માટે એક કથરોટ લઈ તેમાં ૨ કપ ઘઉંનો લોટ લો. તેમાં ૧ ચમચી મોયણ માટે તેલ/ ઘી નાખી બરાબર મિક્ષ કરી લો. પછી તેમા મીઠું અને કસૂરી મેથી નાખી મિક્સ કરી રોટલીના લોટ જેવો લોટ બાંધવો.

  4. 4

    પછી એમાંથી એકસરખા લુવા બનાવી લેવા. એક પરાઠા વણી તેમાં એક ગોળો સ્ટફિંગ નો વચ્ચે મૂકી ચાર સાઈડથી ફોલ્ડ કરવું એટલે ચોરસ આકારમાં ફોલ્ડ થશે. તમે એને કચોરીની જેમ પણ કરી શકો. પછી તેને ફરી હલકા હાથે વણી લો. એક બાજુ ગેસ પર તવો ગરમ કરવા મુકવો અને તેના પર એ પરાઠાને બે બાજુ ગોલ્ડન પિંક સુધી શેકી લો. તેલ કે ઘી વાપરી શકાય.

  5. 5

    એક પ્લેટ માં લઇ સફેદ માખણ સાથે એને પીરસો. અથવા સેઝવાન ચટણી,દહીં સાથે પણ એની મજા માણી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khyati's Kitchen
Khyati's Kitchen @khana8099
પર
Vadodara
I just love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes